News of Thursday, 26th December 2024
સરકારની તમામ મિનીસ્ટરીના ખેલાડીઓ વચ્ચે યોજાયેલ ઈન્ટર મિનીસ્ટરી ચેસ ટુર્નામેન્ટમાં લાસાની કોઠારીએ ગોલ્ડ મેડલ મેળવ્યો
લાસાની કોઠારી રાજપીપળા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન હરેશ કોઠારીની એકની એક દીકરી છે: દિલ્હી ઇન્કમટેક્સ વિભાગની હેડ ઓફિસમા લાસાની કોઠારીને સ્પોર્ટ કોટામાં જ જોબ મળી છે અને તેમણે આ નિપુણતા જાળવી રાખી વિભાગનું નામ અવ્વલ કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં વર્ષથી ફરજ બજાવતા અને હાલમાં ઘણા સમય થી ઇન્ચાર્જ સિવિલ સર્જન તરીકે જવાબદારી સંભાળતા ડૉ. હરેશ કોઠારીની દીકરી લાસાની કોઠારી કે જેઓ એક ના એક દીકરી છે અને સ્પોર્ટ માં હમેશા અવ્વલ આવતા હોય તેમને દિલ્હી ઇન્કમટેક્સની વડી કચેરીમાં સ્પોર્ટ કોટા માં જોબ મેળવી વિભાગની ઉમદા કામગીરીની સાથે સાથે તેમની સ્પોર્ટની આવડત અને રુચિ માં પણ હંમેશા આગળ રહેતા હાલમાં લાસાની કોઠારી, ભારત સરકાર ના ઇન્કમટેક્સ વિભાગ તરફ થી પ્રતિનિધિત્વ કરી દિલ્હી ખાતે તા. 14 થી 18 ડીસેમ્બર દરમિયાન યોજાયેલ સરકાર ની તમામ મિનીસ્ટરી ના ખેલાડીઓ વચ્ચે યોજાયેલ ઈન્ટર મિનીસ્ટરી ચેસ ટુર્નામેન્ટ 2024-25 માં ચેસ ના તમામ રાઉન્ડ માં વિજેતા બની ચેમ્પિયન બનતા ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું હતું. આ દીકરી કે ભૂતકાળ માં પણ સ્કૂલ અને કૉલેજ કક્ષા એ તેમજ સ્ટેટ અને નેશનલ લેવલે ચેમ્પિયન રહી પોતાની કારકિર્દી હજુ જાળવી રાખી છે તથા આંતર રાષ્ટ્રીય ફિડે રેટિંગ ધરાવે છે. આમ લાસાની કોઠારી એ પોતાના કુટુંબ, સમાજ અને ઇન્કમટેક્સ વિભાગ નું ગૌરવ વધાર્યું છે
(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
