<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસામાં ભાવનગર જેલ ખાતે ધકેલતી એલ.સી.બી. નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબે નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ સખત અટકાયતી પગલા લેવાની સુચના અને માર્ગદર્શન મુજબ આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓના સુપરવિઝન હેઠળ જે.આર.ડામોર તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા સતિષ ભાઇ નટવરભાઇ ઉર્ફે નટુભાઇ વસાવા સાવા (રહે. સેજપુર તા.દેડીયાપાડા જી.નર્મદા)ના વિરૂધ્ધ દેડીયાપાડા પો.સ્ટે. માં બે પ્રોહીબીશનના ગુના દાખલ થયા હતા. જેથી તેની વધતી જતી અસામાજીક પ્રવૃતિ ડામવા અને અંકુશમાં લાવવા માટે તેના વિરૂધ્ધ દેડીયાપાડા પો.સ્ટે. પાસા કેસ નં. ૧૦/૨૦૨૪ થી પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓને મોકલવામાં આવેલ હતી.આ પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓ દ્વારા મંજુર કરતા સતિષ વસાવા ને એલ.સી.બી પોલીસ સ્ટાફ મારફતે ડીટેઇન કરી જરૂરી કાર્યવાહી બાદ  તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ પાસામાં ભાવનગર જિલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવતા અન્ય બૂટલેગરો માં ફફડાટ ફેલાયો છે

(10:10 PM IST)