<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th December 2024

ઓલપાડના સાયણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

મહિલા સરપંચ જીજ્ઞાશા બેન અશ્વિનભાઈ ઠકકરે આજે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું : છેલ્લા અઢી વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા હતા સાથે વકીલાત પણ કરતા હતા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેઓના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી. તેઓએ ગળેફાંસો ખાઈ લીધો હતો જે બાદ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના સાયણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જીજ્ઞાશા બેન અશ્વિનભાઈ ઠકકરે આજે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું.

ગળેફાંસો ખાઈ લેતા તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલ તેઓના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

જીજ્ઞાશા બેનને છેલ્લા અઢી વર્ષથી સરપંચ તરીકે સેવા આપતા હતા સાથે વકીલાત પણ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તેઓએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે હાલ સામે આવ્યું નથી. આ મામલે ઓલપાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:24 AM IST)