<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

ગરુડેશ્વરની મૈકલ કન્યા આટૅસ કોલેજ તેમજ શાળાઓમાં યોગ અને ધ્યાન શિબિર યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: શ્રી શ્રી રવિશંકર મહારાજના સ્વયંસેવકો અને ગુજરાત રાજ્ય યોગા બોર્ડના સભ્યોએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને નર્મદા જિલ્લાના ગરુડેશ્વરની મૈકલ કન્યા આટૅસ કોલેજમાં આવી વિધાર્થી અને અધ્યાપક મિત્રોને યોઞ અને ધ્યાન શિબિરમાં યોગ, ધ્યાન કરાવી, તેના ફાયદા સમજાવ્યા હતા.

શાળા પરિવારમાંથી શાળાના શિક્ષક દિગ્વિજયસિંહએ આવનારા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો અને શાળાના આચાર્ય અક્ષય શાહુએ આશા વ્યક્ત કરી જણાવ્યું કે આવનારા સમયમાં આવા સારા યોગ અને મેડિટેશનના કાર્યક્રમ કરી વિધાર્થી અને અધ્યાપકો માનસિક તણાવ માંથી મુક્ત થઈ ધ્યેય તરફ આગળ વધે. અંતમાં સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.

(10:31 PM IST)