<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

ગાંધીનગરના માણસા પાસે યુવકની હત્યા: ધોળાકૂવા ગામના દશરથ ઠાકોરની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા

ખેત શ્રમિકોએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી :ગત રાતે મિત્રને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો દશરથ ઠાકોર

ગાંધીનગરના માણસા પાસે યુવકની હત્યાનો બનાવ બન્યો છે. ખેત શ્રમિકોએ મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. ધોળાકૂવા ગામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ હતી. યુવકનું નામ દશરથ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. ગત રાતે મિત્રને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો દશરથ ઠાકોર. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.

(5:22 PM IST)