<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

અનાથ બાળકોનો સહારો બની બનાસકાંઠા પોલીસ :બાળ સુરક્ષા કચેરી દ્વારા અપાવે છે સરકારી સહાય

આગથળા પોલીસ સ્ટેશનના ASI જયરૂપ ચૌધરી લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કરવામાં મદદરૂપ બને છે

પાલનપુર :બાળ સુરક્ષા કચેરી, બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકાર દ્વારા પ્રતિ માસ ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમજ આ યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે રૂપિયા 2 લાખની સહાય પણ આપવામાં આવે છે.

જિલ્લાની સંવેદનશીલ પોલીસ વિભાગના આગથળા પોલીસ સ્ટેશનના ASI જયરૂપ ચૌધરી કે જેઓએ આ તાલીમથી પ્રેરણા લઈ આવા અનાથ બાળકોની શોધખોળ કરી લાભાર્થીઓને યોજનાની માહિતી આપે છે. તેઓ લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કરવામાં મદદગાર થાય છે તેમજ આ અનાથ બાળકોના માતા-પિતાની જેમ જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુર સાથે સંકલન કરી અનાથ બાળકોને લાભ અપાવે છે.

આ પોલીસ જવાન જયરૂપે લાખણી તાલુકાના એક ગામમાં બે બાળકો અનાથ થતા તેમને તમામ પ્રકારની મદદ કરી ચાલુ માસે બાળક દીઠ રૂપિયા 3000ની માસિક સહાય ચાલુ કરાવી છે તેમ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

(7:50 PM IST)