તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th December 2024
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો: લઘુતમ તાપમાન ગગડ્યું :નલિયા આજે પણ સૌથી ઠંડુ શહેર
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં

અમદાવાદ : ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ગઇકાલની સરખામણીએ લઘુત્તમ પારો ગગડ્યો હતો. જેના કારણે હાડ થીજવતી ઠંડી અનુભવાઈ હતી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 25.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતુ. 5.6 ડિગ્રી સાથે નલિયા આજે પણ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 31.7 ડિગ્રી, વેરાવળમાં 28.6, મહુવામાં 28.6, વડોદરામાં 27.8, અમરેલીમાં 27.6, પોરબંદરમાં 27.6, સુરેન્દ્રનગરમાં 27.5, રાજકોટમાં 27.4, ભાવનગરમાં 26.7, કેશોદમાં 26.6, વલ્લભ વિદ્યાનગરમાં 26.5, ડીસામાં 26.2, ગાંધીનગરમાં 26, નલિયામાં 26, ભુજમાં 25.7, અમદાવાદમાં 25.4, દ્વારકામાં 25.3, ઓખામાં 24, કંડલા પોર્ટમાં 23.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 5.6 ડિગ્રી, કેશોદમાં 8.1, રાજકોટમાં 9.3, ભુજમાં 10.4, પોરબંદરમાં 11.4, અમરેલીમાં 12, સુરેન્દ્રનગરમાં 12.8, ડીસામાં 13, કંડલા પોર્ટમાં 13, વેરાવળમાં 13.8, મહુવામાં 13.9, ગાંધીનગરમાં 14, દ્વારકામાં 14.4, ભાવનગરમાં 14.5, અમદાવાદમાં 15, વલ્લભ વિદ્યાનગરમાં 16.7, સુરતમાં 17, વડોદરામાં 17.8 અને ઓખામાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
