News of Monday, 30th December 2024
ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરવાના કૌભાંડનો સુરત sog દ્વારા પર્દાફાશ
જેમના નામ ખુલ્યા છે, તેમને ઉદયપુરની ભેજાબાજ ગેંગ દ્વારા તેમની જાણબહાર ગુજરાતમાં આખું નેટવર્ક ઉભુ થયાનું sog પીઆઇ અશોક ચોધરીની પ્રાથમિક તપાસમાં ધડાકો..ભારે ભેદભરમ.. અનુપમસિંહ ગેહલોતને એટીએસે સોર્સ દ્વારા મળેલ ઇનપુટ આધારે તાકીદે ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદીપસિહ નકુમનાં માર્ગદર્શનમાં મોટી કાર્યવાહીથી સન્નાટો......

રાજકોટ તા. ૩૦: સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત આઇબી વડા તરીકે રહી ચૂકયા હોવાથી તેમના સ્ટેટ આઇબી, સેન્ટ્રલ આઇબી, ઇન્ટરપોલ ,રો,સીબીઆઈ હોય કે પછી એટીએસ તેમના વિશેષ સંબંધ અંતર્ગત વિવિધ માહિતીની ઇનપુટ સતત મળે છે. આ સંદર્ભમાં એટીએસ દ્વારા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ફેરવવાનું કૌભાંડ ચાલી રહ્યાની આશંકા વ્યકત કરેલ.
મોબાઇલ કંપનીઓને થનાર નુકશાન ખરા અર્થમાં દેશની તિજોરીને થાય એ સમજતા અનુપમસિહ ગેહલોતને વાર ન લાગી આથી વિશેષ જવાબદારી સુપ્રત કરવા ટોચ લેવલની બેઠકમાં ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં sog પીઆઇ અશોક ચોધરી ટીમને સુપરત કરવાનો નિર્ણય થતા આખી ટીમ કાર્યરત બની સુરત શહેરને બાતમીદાર નેટવર્ક દ્વારા ધમરોળી નાખેલ.
આ દરમિયાન પોલીસની જહેમત ફળી અને આખા સુરત શહેરને ફેંદી નાખનાર sog ટીમને અડાજણ અને વેસુના ઇનપુટ મળતા તાકીદે ત્રાટકી ત્રણ વ્યક્તિની અટક કરેલ છે, આ પૈકી ૧ દ્વારા પીઆઇ અશોક ચોધરીની પ્રાથમિક પૂછપરછમાં પોતે આ બાબતે કઇ જાણતો ન હોવાનું અને આખું કાવતરું અન્ય દ્વારા રચાયાનો ધડાકો કરેલ. તેની પૂછપરછ આધારે આખું પગેરું રાજસ્થાn સુધી નીકળતા પોલીસ કમિશનરશ્રી દ્વારા રાજસ્થાન પોલીસનો કોન્ટેક્ટ કરી એલર્ટ કરેલ હોવાનું સૂત્રો જણાવે છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
