News of Monday, 30th December 2024
હીરામણિ શાળાની રજતજયંતી નિમિતે કુમારપાળ દેસાઇના
હસ્તે સ્મૃતિ ગ્રંથ વિમોચનઃ નરહરિ અમીનની હાજરી

રાજકોટઃ અમદાવાદ જાણીતી હીરામણિ સ્કૂલે તેના ૨૫ વર્ષ પૂર્ણ થતા સ્મૃતિગ્રંથ ં તૈયાર કર્યો છે. જેમાં ૧૯૯૯ થી ૨૦૨૪ સુધીની હીરામણી શાળાની વિકાસયાત્રા દર્શાવવામાં આવેલ છે. જેનું વિમોચન પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, અમદાવાદ ખાતે જાણીતા સાહિત્યકાર અને લેખક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું તથા હીરામણી સ્કૂલના પૂર્વ એકિઝકયુટિવ ડિરેકટર અને ટ્રસ્ટી પદ્મશ્રી ડો.ચંદ્રકાન્ત મહેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના પ્રમુખશ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વરૂણ અમીન, સેક્રેટરી આર.સી.પટેલ, જોઇન્ટ સેક્રેટરી પંકજ દેસાઇ, ટ્રેઝરર વિજુલ અમીન, ગવર્નિગ બોર્ડના મેમ્બર્સ, સી.ઇ.ઓ.ભગવત અમીન, આચાર્યો તથા લગભગ ૧૦૦૦ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ સી.ઇ.ઓ.શ્રી ભગવત અમીન જણાવે છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
