News of Monday, 30th December 2024
પૂ.જ્ઞાનદેવાચાર્યજી મહારાજની નિશ્રામાં અમદાવાદ- પીરાણા ખાતે સંસ્કૃત ભારતીનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલન યોજાયું
ભારત દેશ અને એની સંસ્કળતિનું રક્ષણ સંસ્કળત દ્વારા જ થઈ શકશે : પ.પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજ (પ્રેરણા પીઠાધીશ્વર) વિશ્વભરમાં ૫૦૦૦ સંસ્કૃતગૃહમ છે : ૪૫૦૦ સંસ્કૃત ભારતના કેન્દ્રો છે સંસ્કૃત ભારતી દ્વારા ૧૦ કરોડ લોકોને સંસ્કૃત સંભાષણ કરાવાયું ભારતીય જ્ઞાનનો મૂળભૂત પાયો સંસ્કૃત ભાષા છે ઃ શ્રી જયપ્રકાશ ગૌતમ (અખિલ ભારતીય સંગઠન મંત્રી, સંસ્કૃતભારતી)

અમદાવાદઃ નિષ્કલંકીનારાયણ તીર્થધામ - પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ સંસ્કળત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ધાટન સત્ર પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું. પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ. જગતગુરુ શ્રી જ્ઞાનદેવાચાર્યજી મહારાજે પોતાના ઉદબોધનમાં સંસ્કળત ભાષાના સંવર્ધન માટે સંસ્કળતભારતી સંગઠન દ્વારા ચાલી રહ્યા પ્રયત્નો માટે પ્રશંસા વ્યક્ત કરી. તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારત દેશની સંસ્કળતિની રક્ષા સંસ્કળત વગર ન થઈ શકે અને માત્ર દસ દિવસના શિબિરમાં સરળ માધ્યમથી સંસ્કળત શીખવાડવાનું અદ્વિતીય કાર્ય સંસ્કળતભારતી કરી રહી છે.
મુખ્ય વક્તા સંસ્કળત ભારતી અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી જયપ્રકાશ ગૌતમજીએ ભારતીય જ્ઞાનનો મૂળભૂત પાયો સંસ્કળત ભાષા છે, ભારતીય જ્ઞાન અને ભારતીય સંસ્કળતિને નુકશાન કરવા આ જ્ઞાન સંસ્કળતિ જે પાત્રમાં સંગ્રહિત છે તે પાત્ર સંસ્કળતને તોડવા વિવિધ વિમર્શ ઊભા કરવામાં આવે છે, માટે આપડે જાગળત બની તે પાત્રનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવવી પડશે ત્યારે જ આપણું સ્વનું તંત્ર સ્થાપિત કરી શકાશે, આ પ્રસંગે પ્રાંત અધ્યક્ષ ડો. કળષ્ણ પ્રસાદ નિરોલાજી દ્વારા આભાર વ્યક્ત કરેલ.
સંસ્કળત ભારતી પોતાની વિશિષ્ટ શૈલી દ્વારા સંસ્કળત સંભાષણના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ક્રાંતિ લાવવા પ્રયત્નશીલ છે. અત્યાર સુધીમાં દસ કરોડથી વધારે લોકોને સંસ્કળત સંભાષણ કરાવ્યું છે અને એક લાખથી વધારે પ્રશિક્ષિત સંસ્કળત શિક્ષકો સંસ્કળત સંભાષણના કાર્યને ગતિ આપી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ૫૦૦૦થી વધારે સંસ્કળતગળહમ્ છે, ત્યાં પરિવારના દરેક સભ્ય સંસ્કળતમાં વાત કરી શકે છે. અત્યારે ૨૬ દેશોમાં ૪૫૦૦થી વધારે સંસ્કળત ભારતીનાં કેન્દ્રો ચાલી રહ્યા છે તેમજ ત્યાં સરળ અને મનોરંજન માધ્યમોથી સંસ્કળત બોલવાનું શીખવાડવામાં આવે છે.
ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનમાં સંસ્કળત ભાષાના વિકાસ માટે ચર્ચા-વિચારણા કરીને આગામી ત્રણ વર્ષોની યોજનાઓ સુનિヘતિ કરવા ગુર્જર પ્રાંતમાંથી ૭ વિભાગો અને ૨૨ જિલ્લામાથી ૩૨૯ કાર્યકરો એકત્રિત થઈને આગામી બે દિવસ માટે ચિંતન કરી રહ્યા છે.
ઉદઘાટન સમારંભમાં સંમેલન સ્વાગત સમિતિના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ આર કે જવેલર્સ વિસનગર, સ્વાગત સમિતિ ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ પટેલ ગાંધીનગર મેટ્રો દૈનિક, સંસ્કળત ભારતી ગુજરાત ન્યાસના ન્યાસી વલ્લભભાઈ રામાણી તેમજ ડો. કે.એસ.પુરોહીતજી તેમજ પ્રેરણા પીઠના ટ્રસ્ટી હર્ષદભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યાનું સંસ્કૃત ભારતી, ગુર્જરપ્રતિના પ્રાંત મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ (મો.૯૪૨૭૩ ૩૦૪૭૭) ની યાદીમાં જણાવાયું છે.(
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
