News of Monday, 30th December 2024
' કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર: હવે ઊંઝા ભાજપમાં શરૂ થયું પત્રિકા યુદ્ધ : ગંભીર આરોપ લગાવાયા
હવે વિવાદિત થયેલી ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો વિવાદ શાંત થયો નથી. ચૂંટણી પત્યા બાદ હવે ઊંઝામાં પત્રિકા યુદ્ધ શરૂ: કટેગે તો બટેગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ

મહેસાણા : આ વર્ષમાં ભાજપમાં એક બાદ એક આંતરિક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિવાદ વર્ષના અંતે સામે આવ્યો છે. ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સતત વિવાદ સામે આવી રહ્યા છે. હવે ઊંઝા ભાજપમાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે.
ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે વિવાદિત થયેલી ઊંઝા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો વિવાદ શાંત થયો નથી. ચૂંટણી પત્યા બાદ હવે ઊંઝામાં પત્રિકા યુદ્ધ શરૂ થયું છે. ઊંઝામાં કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર ટાઇટલ સાથે પત્રિકા ફરતી થઈ છે. કટેગે તો બટેગે સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એપીએમસી ચૂંટણી મામલે પત્રિકા ફરતી થઈ છે. ભાજપનું મેન્ડેડ છતાં ચૂંટણી કેમ હાર્યા તેનો પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાણો શું છે પત્રિકામાં
કમળની પાંખડીયો તોડવામાં કોણ જવાબદાર ! ભાજપના જૂના જોગીઓને સાઇડ લાઈન કરી નવા જોગીઓને જવાબદારી સોંપવાની પેરવી ભાજપને ભારે પડી કટેંગે તો બટંગે સુત્ર ભાજપને જ ભારે પડયું....!
ઊંઝા એટલે મા ઉમાનું પવિત્ર યાત્રા ધામ અને આ યાત્રા ધામની ખેડૂતોની ફસલથી પૈદા થયેલો પાક એશિયા ખંડની મોટામાં મોટી મંડી એટલે કે ઊંઝા ગંજબજારમાં વેપારીઓ દ્વારા વેપાર ચાલતો હોય અને સુખ સમૃધ્ધી ભોગવતું શહેર એટલે ઊંઝા શહેર. જૂની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હાલની ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જમીન આસમાનનો ફરક છે.
તાજેતરમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝાની ડિરેક્ટર પદની ચૂંટણીમાં ગ્રામ્ય અને શહેર તથા વેપારી મંડળના સભ્યોની ચૂંટણી થઈ તેમાં ભાજપમાંથી બળવો કરી ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટણી લડેલા પાંચ ખેરખાઓ હારી ગયા. તે ભાજપની પડતીના નિશાન છે. જિલ્લા પ્રમુખ રાજગોર, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે. કે. પટેલ ધમ પછાડા કરીને જીતાડવા મહેનત કરી પણ બધુ પાણીમાં વહી ગયું. ભાજપ ઊંઝા શહેરના હોદ્દેદાર બળવો કર્યો તેમ છતાં હારી ગયા. તે બતાવે છે કે ભાજપની તાનાશાહી બર ન આવી. નગરપાલિકાના સભાસદોમાંથી એક સભાસદને ડિરેક્ટર પદ માટે મોકલવાના હોય છે તે માટે હાલની નગરપાલિકામાં જૂના કાર્યકરો અને વખતો વખત ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ન મૂકી ભાજપે મોટી ભુલ કરી દીધી છે. જે પ્રિતેશ પટેલ ભ્રષ્ટ્રાચારથી ખરડાયેલો છે તેનો વિરોધ હોવાછતાં અને ઊંઝા નગરપાલિકાનો કારોબારી ચેરમેન હતો ત્યારે છબી ખરડાઈએલી હોવાછતાં તેને ચૂંટણી લડાવી તે જૂના કાર્યકરો માટે વજ્રઘાત સમાન સાબિત થઈ. કે. કે. પટેલ જૂથ, એમ.એસ. પટેલ જૂથ, અરવિંદ સોમા જૂથ, નારાયણ લલ્લુ જૂથ, ધમા મીલન જૂથ આ વગેરેનો ઝુડ ઉભરી આવ્યો અને મધપુડા સમાન આ ખુરશીઓ પ્રાપ્ત કરવા જતાં ગુજરાત લેતાં હવેલી ખોઈ તેવો ઘાટ સર્જાયો હતો. પ્રિતેશ માટે બધા જ કોર્પોરેટરોની ના હતી તેમ છતાં અરવિંદભાઈ અને એમ.એસ.એ ગંભીર ભૂલ કરી પક્ષનું ધોવાણ કરેલ છે. ટૂંકમાં આ ચંડાલ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીના કમળની પાંખડીઓ ખેરવી નાખવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.
ગામડાઓનું પ્રતિનિધિત્વ દૂર કરવા જૂની ઘસાઈ ગયેલી કેસેટો ને મેદાનમાં ઉતારી એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં મેન્ડેડને અવગણી યશશ્વી વડાપ્રધાન મોદી સાહેબના ગઢમાં ગાબડુ પાડવાનો બાલીસ પ્રયાસ સિનિયર નેતાગીરીએ કર્યો છે અને અણ આવડત ઉભી કરી સંગઠનને ખૂબ મોટું નુકશાન કરેલ છે. સંગઠનનો ધરમૂળથી માળખું બદલી વફાદાર સૈનિકોને સુકાન સોંપવામાં નહિં આવે તો હજુપણ આગામી ચૂંટણીઓમાં ભયંકર આફત આવવાની તૈયારી કરવી પડશે. શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દિપક પટેલની તાનાશાહી ના કારણે સનિષ્ઠ કાર્યકરો ઓફિસે જતાં ગભરાય છે. તેમને તાત્કાલીક સસ્પેન્ડ કરો.
એ.પી.એમ.સીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ એક વફાદાર સૈનિક તરીકે અગાઉની ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ લડાવી આસરે 1 કરોડ રૂપિયા જેટલું દાન આશાબેન પટેલ વખતે નગરપાલિકા ચૂંટણી લડતા નગર સેવકોને પુરૂ પાડ્યું હતું. તેમ છતાં તેમની અવગણના ભાજપને ભારે પડી. વોર્ડ નં. 9 અને 7 માં પણ અન્યાય થયો છે જે.પી. પટેલને બે નંબરમાં અન્યાય થયો છે. બીજો ભાગ હવે પછી આવતા વિકમાં રજૂ કરવામાં આવશે
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
