<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

BZ કૌભાંડ મામલે તપાસમાં ખુલાસા: રોકાણ કરનાર ત્રણ ક્રિકેટરોની સીઆઇડી ક્રાઇમ પણ કરશે પૂછપરછ

એક ક્રિકેટરનું 25 લાખ અને અન્ય એક ક્રિકેટરનું 10 લાખ જેટલું રોકાણ હતું. આવનાર સમયમાં તેઓને બોલાવી તપાસ કરાશે

અમદાવાદ :ગુજરાતમાં સૌથી ચર્ચિત કૌભાંડ BZનો મુખ્ય આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન ભૂપેન્દ્ર ઝાલાને લઈને સી.આઈ.ડી.ક્રાઈમની તપાસમાં મોટા ખુલાસા થયા છે.  ભૂપેન્દ્ર ઝાલાએ BZ GROUP ની કુલ 17 બ્રાન્ચ ખોલવામાં આવી હતી અને ફરીદાદ દાખલ થતાંની સાથે જ ભૂપેન્દ્ર ઝાલા 15 દિવસ રાજસ્થાન ભાગી ગયો હતો. આ સાથે તે છેલ્લા 14 દિવસથી મહેસાણામાં રહેતો હતો. 

 

સી .આઈ.ડી.ક્રાઈમે ભૂપેન્દ્ર ઝાલા અંગે તપાસ કરતાં થયેલા ખુલાસા મામલે કહ્યું કે,   ભુપેન્દ્ર ઝાલાના BZ GROUP માં કુલ આશરે  11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કરેલ હોવાની વિગત મળી આવેલ છે.

 

આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની વિરૂધ્ધમાં તા. 27 નવેમ્બરના રોજ ફરીયાદ દાખલ થઇ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયેલ અને ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરી રાજસ્થાન આશરે 15  દિવસ રોકયેલ અને ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જીલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14  દિવસ રોકાયેલ હોવાની વિગત જણાઇ આવેલ છે.

 

 આરોપી ભુપેન્દ્ર ઝાલા પાસે તેના જુના 4મોબાઇલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ નવા 4 મોબાઇલ ફોન ખરીદ કરી તેમાં નવા 3 સિમકાર્ડ મેળવી જીયોના 3 નવા ડોન્ગલ દ્વારા વોટ્સએપ કોલથી તેના સાગરીતનો સંપર્ક કરેલ હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.  તેમજ આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના મોબાઈલ ફોનમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી આવેલ છે.

 

આરોપી ભુપેન્દ્ર  ઝાલાની પુછપરછ દરમ્યાન BZ FINANCIAL SERVICES ની કુલ-17  શાખાઓ જેમાં (1) પ્રાંતિજ શાખા (2) હિમંતનગર શાખા (3) વિજાપુર શાખા (4) પાલનપુર શાખા (5) રાયગઢ શાખા (6) ભીલોડા શાખા (7) ખેડભ્રમ્હા શાખા (8) ગાંધીનગર (9) રણાસણ શાખા (10) મોડાસા શાખા (11) માલપુર શાખા (12) લુણાવાડા શાખા (13) ગોધરા શાખા (14) બાયડ શાખા (15) વડોદરા શાખા (16) ડુંગરપુર (રાજસ્થાન) (17) રાજુલા (અમરેલી) ખાતે શાખાઓ ચાલુ કરેલ આ શાખાઓ મારફતે રોકાણકારો પાસેહી કરોડો રૂપિયા ઉઘરાવી લીધેલ હોવાની હકિકત જણાવે છે, ભુપેન્દ્ર ઝાલાએ આશરે 17 થી 18 મિલ્કતો વસાવેલ હોવાની વિગત રીમાન્ડ દરમ્યાન જણાવેલ છે. અત્યાર સુધીમાં કુલ-8 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના આરોપીઓ અને તેઓના પરિવારની તેમજ આ સાથે સંકળાયેલ એજન્ટોની સ્થાવર અને જંગમ મિલ્કતો જેમાં શેર ક્રિપ્ટો કરન્સી બાબતેની હાલમાં તપાસ ચાલુ છે.

 

ભૂપેન્દ્ર ઝાલા અંગેની તપાસના ખુલાસા કરતાં  CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડે કહ્યું કે,    ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં 3 ક્રિકેટરોએ પણ રોકાણ લરયુ હતું. જેની તપાસ કરવામાં આવશે. જેમાં એક ક્રિકેટરનું 25 લાખ અને અન્ય એક ક્રિકેટરનું 10 લાખ જેટલું રોકાણ હતું. આવનાર સમયમાં તેઓને બોલાવી તપાસ કરાશે. આ ઉપરાંત 10 જેટલા રોકાણકારો એવા છે કે જેમનું રોકાણ 1 કરોડથી વધુ હતું. 

(8:13 PM IST)