News of Monday, 30th December 2024
વડોદરા :ખંડણી પેટે રૂપિયા માંગી ક્રેડિટકાર્ડ બળજબરીથી કાઢી ખરીદી કરી મેટર પતાવી દેવા ધમકી આપી : ત્રણ રીઢા આરોપીની ધરપકડ
ખંડણી પેટે રૂપીયા માંગી રોકડા રૂપીયા, ક્રેડીટ કાર્ડ બળજબરીથી કાઢી લઇ ક્રેડીટ કાર્ડથી ખરીદી કરી ફરીયાદીને મેટર પતાવી દેવાની તેમજ રીવોલ્વર જેવું હથિયાર બતાવી મારી નાંખવાની ધમકી આપનાર ત્રણ રીઢા આરોપીની ધરપકડ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા : તાજેતરમાં વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ.આ ગુનાના ફરીયાદીએ પોતાની ફરીયાદમાં હકીકત જાહેર કરેલ કે, આ કામના આરોપી મોહમદઅલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ (રહે.મોતીનગર, મન્સુરી કબ્રસ્તાન, વડોદરા) નાએ ફરીયાદીને આશરે ત્રણ- ચાર મહિના પહેલા રોકી ફરીયાદી પાસે એક લાખ રૂપિયાની માંગણી કરતા ફરીયાદીએ તેમની પાસે એક લાખ રૂપિયા ન હોય અને આટલા રૂપિયા તને કેમ આપું તેમ જણાવતા ફરીયાદીના પેન્ટના ખીસ્સા તપાસતા ફરીયાદીએ તેમનું પાકિટ આપી દિધેલ જેમાંથી રોકડા રૂ.૧૧,૦૦૦/- તથા એસ.બી.આઇ. બેન્કનું ક્રેડિટ કાર્ડ લઇ લીધેલ જેમાંથી રૂ.૮૦,૦૦૦/- થી રૂ.૮૫,૦૦૦/-ની ખરીદી કરી લેતા ફરીયાદીએ તેમનું ક્રેડિટકાર્ડ બંધ કરાવી દિધેલ જેની અદાવત રાખી તા.૨૮/૧૨/૨૦૨૪ના રાત્રિના આઠ સાડા આઠ વાગ્યાના સુમારે હાથીખાના ગેટ નં-૦૧ સામે આવેલ સમ્રાટ ટ્રેડીંગ કો.નામની દુકાન આગળ અકબર કાદરમીયા સુન્ની (રહે- કાસમઆલા કબ્રસ્તાન બાળ રીમાન્ડ હોમ પાછળ વડોદરા) નાઓએ ફરીયાદીને ઉભો રાખી મોહમદઅલીમ ઉર્ફે હલીમા પઠાણ સાથે અગાઉની રૂપિયા બાબતની મેટર પતાવી દે નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને મોહમદ સલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણે તેના કમરના ભાગે રાખેલ રીવોલ્વર જેવું હથીયાર બતાવી મારી સાથે સમાધાન કરી લે નહી તો આજે તને પુરો કરી દઇશ આ રીવોલ્વર તારી સગી નહી થાય તેવી ધમકી આપેલ તેમજ હુસેન કાદરમીયા સુન્ની( રહે- કાસમઆલા કબ્રસ્તાન, બાળ, રીમાન્ડ હોમ પાછળ, વડોદરા) નાઓએ સ્થળ ઉપર આવી ફરીયાદી સાથે દાદાગીરી કરી ગમે તેમ ગાળૉ બોલી મોહમદ સલીમ ઉર્ફે હલીમા સાથે સમાધાન કરી લે નહિતર આનું પરિણામ સારૂ નહી
આવે તેવી ધમકી આપી બળજબરીથી રૂ.૩૦૦૦/- લઇ જતા રહેલ અને જતા જતા ફરીયાદીશ્રીને આ બાબતે પોલીસ કેસ કે કોઇને જાણ કરીશ તો તને તથા તારા ભાઇઓને ખતમ કરી નાખીશું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ.
ઉપરોક્ત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ન.(૧) મોહમદઅલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ ન.(૨) અકબર કાદરમીયા સુન્ની ન.(૩) હુસેન કાદરમીયા સુન્નીનાઓ રીઢા અને માથાભારે ઇસમો હોય આ ગુનાના ત્રણેય આરોપીઓને સત્વરે શોધી સુચના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલનાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના 202 યુવરાજસિંહ જાડેજા તથા /0૩ એચ.એ.રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ આ ગંભીરના ગુનામાં સંડોવાયેલ આરોપીઓની શોધમાં રહેલ.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજા તેમજ પોલીસ ઇન્સપેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેઠળ પો.સબ ઇન્સ.ડી.આર.દેસાઇ તથા ટિમના માણસોએ ઉપરોક્ત ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓની ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપી ન.(૧) મોહમદઅલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ રહે. મન્સુરી કબ્રસ્તાન વડોદરા ન.(૨) અકબર કાદરમીયા સુન્ની ન.(૩) હુસેન કાદરમીયા સુન્ની બન્ને રહે. કાસમઆલા કબ્રસ્તાન વડોદરાનાઓને શોધી કાઢી આ ત્રણેય આરોપીઓની ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીઓના મુદત અંદર નામ.કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.
૪ ધરપકડ કરેલ આરોપીઓના નામ-સરનામા
(૧) હુસેન કાદરમીયા સુન્ની રહે. કાસમઆલા કબ્રસ્તાન, બાળ, રીમાન્ડ હોમ પાછળ, વડોદરા શહેર.
(૨) અકબર કાદરમીયા સુન્ની રહે. કાસમઆલા કબ્રસ્તાન બાળ રીમાન્ડ હોમ પાછળ વડોદરા શહેર.
(૩) મોહમદઅલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ રહે.મોતીનગર, મન્સુરી કબ્રસ્તાન, વડોદરા શહેર.
૪ સંડોવાયેલ ગુનાની વિગત
કારેલીબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૨૭૨૪૦૪૭૬૨૪/૨ર૦૨૪ બી.એન.એસ.કલમ ૩૦૮,૩૫૧(૨),૨૯૬(૨), ૫૪ મુજબ
૪ પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
આ પકડાયેલ ત્રણેય આરોપીઓ મિલ્કત સંબધી તેમજ શરીર સંબધી ગુનાઓ અવારનવાર કરવાની પ્રવૃતી કરતાં હોય આ ત્રણેય આરોપીની સામે નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે.
(૧) આરોપી હુસેન કાદરમીયા સુન્ની સામે રાયોટીંગ, ખુનની કોશીશ, મારામારી, લુંટ, ધાકધમકી આપવાના, વિદેશી દારૂ, જુગાર, હદપાર હુકમનો ભંગ કરવાના વિગેરે મળી આજદીન સુધી ૭૧ (ઇકોતેર) જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની આ ગુનાહીત પ્રવૃતીના કારણે ૦૮ (આઠ) વખત પાસા હેઠળ ગુજરાત રાજ્યની જુદી-જુદી જેલોમાં ગયેલ છે. તે ઉપરાંત વડોદરા શહેરમાંથી બે વખત હદપાર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(૨) આરોપી અકબર કાદરમીયા સુન્ની સામે રાયોટીંગ, ખુનની કોશીશ, મારામારી, લુંટ, ધાકધમકી આપવાના,વિદેશી દારૂ, જુગાર, હદપાર હુકમનો ભંગ કરવાના વિગેરે મળી આજદીન સુધી ૨૭(સત્તાવીસ) જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની આ ગુનાહીત પ્રવૃતીના કારણે ૦૫ (પાંચ) વખત પાસા હેઠળ ગુજરાત રાજ્યની જુદી-જુદી જેલોમાં ગયેલ છે. તે ઉપરાંત વડોદરા શહેરમાંથી ત્રણ વખત હદપાર કરવાની કાર્યવાહી થયેલ છે.
(3) આરોપી મોહમદઅલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ સામે ચોરી, લુંટ, પ્રોહીબીશન, જુગાર સહીતના ૦૮ (આઠ) ગુનાઓ નોંધાયેલા છે.અને આરોપી તેની આ ગુનાહીત કારણે એક વખત પાસા હેઠળ જેલમાં ગયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.આર.જી.જાડેજા, પોલીસ ઇન્સ.એચ.ડી.તુવર, ગડા ડી.આર.દેસાઇ, 2૩૩૬। વી.પી.ચૌહાણ,ડ। એન.બી.ચૌહાણ તેમજ સ્ટાફના જેનુલઆબેદીન, મહેંદ્રસિંહ, હરદીપસિંહ, હર્ષદકુમાર, કુલદીપસિંહ, નરોત્તમભાઇ,અલ્પરાજસિંહ, પ્રતિપાલસિંહ, હીરેનભાઇ, જયદીપભાઇ, રાજબાબેન, સંજયભાઇ, સુરેશભાઇ, ભુપેંદ્રસિંહ. હતા
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
