<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

ગુજરાત વિધાનસભાના બજેટનું કદ વધીને રૂ્. રૂ. રૂ્.૩.૭૦લાખ કરોડ થવાનું અનુમાન

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષના બજેટના કદમાં આ વખતે ૧૦ થી ૧૨ ટકાનો વધારો થવાની સંભાવના

અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૩ થી ૨૦ ફેબ્રુઆરીની વચ્ચે શરૂ થવાની સંભાવના છે. જે એક મહિના સુધી ચાલશે. બજેટ નાણાં વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીની આગેવાની હેઠળ રાજ્ય સરકારના ૨૮ વિભાગો અને તેની સાથે સંકળાયેલા જાહેર સાહસો બજેટની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના વર્ષના બજેટના કદમાં આ વખતે ૧૦ થી ૧૨ ટકાનો વધારો થવાની સંભાવના છે, એટલે કે ૨૦૨૪-૨૫ ના બજેટનું કદ ૩.૩૨ લાખ કરોડ હતું, તે વધીને ૩.૭૦ લાખ કરોડ થવાનો અણસાર નાણા વિભાગ દ્વારા મળી રહ્યો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન થશે, પછી દિવંગત પૂર્વ ધારાસભ્યો - મંત્રીઓને  શોકાંજલી અર્પણ કરાશે. બીજા દિવસે સત્રની શરૂઆતની સાથે પ્રશ્નોત્તરી બાદ પુરક અને સુધારેલું બજેટ રજૂ થયા પછી નવા નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ થશે.

(11:00 PM IST)