News of Monday, 30th December 2024
શુક્રવાથી અમદાવાદના જાસપુર ખાતે હનુમંત કથા:બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી રસપાન કરાવશે
જાસપુર વિશ્વઉમિયાધામ ખાતે બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા દરમિયાન કથામાં લાખો લોકો ઉમટશે

અમદાવાદ : વિશ્વભરમાં સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયા આસ્થાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં સનાતન પર્વની ઉજવણી કરાઈ રહી છે. વિશ્વઉમિયાધામ અમદાવાદના જાસપુર ખાતે બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા 3 થી 6 જાન્યુઆરી 2 લાખ સ્ક્વેર ફુટમાં યોજાશે. વિશ્વપ્રસિદ્ધ બાબા બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીજી અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વઉમિયાધામ મંદિરમાં દિવ્ય હનુંમત કથાનું રસપાન કરાવશે.
અમદાવાદના જાસપુર વિશ્વઉમિયાધામ ખાતે બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ કથાનું રસપાન કરાવશે. ત્યારે કથાના અંતિમ દિવસે એટલે 6 જાન્યુઆરીએ, બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી કથા થશે. હનુમંત કથામાં લાખો સનાતન ધર્મીઓ પધારશે. સનાતન ધર્મને ઉજાગર કરવા હેતુ પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે. બાબા બાગેશ્વરની કથાને લઈ વિશ્વઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ અંતર્ગત 24 ડિસેમ્બરે એક બેઠક પણ મળી હતી, જેમાં 1000થી વધુ ઉમાસેવકો પધાર્યા હતા. આ બેઠકમાં વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ તમામ કમિટીના હોદ્દેદારો અને ઉમા સેવક મિત્રો હાજર રહ્યા હતા.
બાબા બાગેશ્વરની કથાના સુચિત આયોજન
03/01/24- બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા (પોથી કળશ યાત્રા સવારે 9 વાગ્યે) (કથા બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી)
04/01/24- બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા (બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી)
05/01/24- બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર (બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી)
06/01/24- બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા (બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી)
હનુમંત કથા અંતર્ગત 3 જાન્યુઆરીએ પોથી-કળશ યાત્રાનું આયોજન કરાયું છે. જે સવારે 9 વાગ્યે વિશ્વ ઉમિયાધામ મંદિરથી પ્રસ્થાન થશે. 3 જાન્યુઆરીએ જ બપોરે 2 વાગ્યે કથાનો શુભારંભ થશે. ત્યારે આ દરમિયાન SGVP ગુરુકુળ (મેમનગર)ના શાસ્ત્રી માધવપ્રિયદાસજી મહારાજ અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજી આશીર્વચન આપશે. આ કથા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને રાજકીય આગેવાનો, લાલજી મહારાજની જગ્યા (સાયલા)ના દુર્ગાદાસજી બાપુ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.
2 લાખ સ્ક્વેર ફુટ જમીન પર દિવ્ય કથાનું આયોજન 6 દેશમાંથી મા ઉમિયાના ભક્તો દિવ્ય કથામાં પધારશે,5000થી વધુ વિશ્વઉમિયાધામના સ્વયંસેવકો ખડેપગે રહેશે 100થી વધુ એન્જિનિયર, ડૉક્ટર્સ અને IT પ્રોફેસનલ્સ આયોજનમાં જોડાશે
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
