News of Tuesday, 31st December 2024
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓને. 2.89 કરોડનો ચૂનો લગાવનારા કાકા-ભત્રીજા પોલીસે ઝડપી પાડ્યા
કાપડ વેપારીનું વિશ્વાસ જીતીને રૂપિયા 2.89 કરોડનું ગ્રે કાપડ ખરીદ્યુ : કાપડનું પેમેન્ટ આપ્યા વગર આરોપીઓ દુકાન બંધ કરી ફરાર થઇ ગયા : ઇકો સેલ પોલીસે આરોપી વિજય ભગાજી અને અભિષેક માળીની ધરપકડ કરી

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓને રૂ. 2.89 કરોડનો ચૂનો લગાવનારા કાકા-ભત્રીજાને પોલીસે પકડી પાડ્યા છે. સુરત ઇકો સેલે કાકા- ભત્રીજા ને ઝડપી પાડ્યા છે. બંને આરોપી કાકા-ભત્રીજાએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ખોલી હતી. જ્યાં તેઓ ફરિયાદી વેપારી પાસેથી સમયસર કાપડ લઇ તેનું પેમેન્ટ કરતા હતા.
આ રીતે ફરિયાદી કાપડ વેપારીનું વિશ્વાસ જીતીને તેઓ અંતે રૂપિયા 2.89 કરોડનું ગ્રે કાપડ ખરીદ્યુ હતું. જે કાપડનું પેમેન્ટ આપ્યા વગર આરોપીઓ દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. જે મામલે બંને આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ઇકો સેલ પોલીસે આરોપી વિજય ભગાજી અને અભિષેક માળીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
