News of Tuesday, 31st December 2024
રાજ્યના ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ: ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા:કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના

અમદાવાદ : રાજ્યના ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ ઘેરુ બન્યુ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ થવાનુ અનુમાન સેવાઈ રહ્યુ છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે. જેમા મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
