<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

આજે નવા વર્ષની ઉજવણી અંતર્ગત નશામાં ધૂત લોકોથી મહિલાઓની સુરક્ષાને ગુજરાતભરમાં પ્રાધાન્‍ય અપાશે

બોલીવુડની રેવ પાર્ટી કલ્‍ચર સુરત સુધી પોહચવાની આશંકા આધારે શકમંદ ફાર્મ હાઉસ પર ડ્રોન દ્વારા ચેકીંગનો અનૂપમસિંહ ગેહલોત ટીમ દ્વારા ધમધમાટ : અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક, વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ ઝા દ્વારા થયેલ વિશેષ વ્‍યવસ્‍થા આ પ્રકારની છે

રાજકોટ, તા. ૩૧: નવા વર્ષની ઉજવણી અંતર્ગત દારૂના નશામાં ધૂત બની વાહન ચલાવતા કે મહિલાઓ સાથે ગેર વર્તન કરનાર લોકો સામે ખો ભુલાવી દેવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પોલીસ દ્વારા વિશેષ વ્‍યવસ્‍થાઓને આખરી ઓપ આપવા સાથે પોલીસ ટીમ પોતાના પોઇન્‍ટ સાંભળી લીધા છે.

પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્‍ચ વડા ધર્ડમમ શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણ ટીમ દ્વારા બોડી વોર્ન કેમેરા સહિતની ટેકનોલોજી દ્વારા વ્‍યવસ્‍થા થશે.

સુરત મુંબઈથી નજીક હોય રેવ પાર્ટી કલ્‍ચરનો ચેપ લાગતો રોકવા માટે ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ભાવેશ રોજિયા ટીમ કાર્યરત બની છે. આ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વહેલી સવારથી sog ટીમને ડ્રોન કેમેરાઓ સાથે શંકાસ્‍પદ ફાર્મ હાઉસ આસપાસ તેનાત કર્યા છે. પીઆઇ અતુલ સોનારા, પીઆઇ અશોક ચોધરી, ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં મેદાને પડયા છે.

સમગ્ર બંદોબસ્‍ત વ્‍યવસ્‍થાનું સંકલન કરી તમામ રાઉન્‍ડ ધ કલોક રિપોર્ટ PCB પીઆઇ આર એસ સુવેરાને આપવા જવાબદારી સુપ્રત થયેલ છે.

સીબીઆઈ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમાર દ્વારા છેલ્લા એક સપ્તાહથી રીઢા ગુનેગાર અને વોન્‍ટેડ ગુનેગાર ૩૧ અર્થાત્‌ આજ સાંજ સુધીમાં લોકઅપ ભેગા થાય તે માટે ક્રાઇમ બ્રાન્‍ચ, તં, અને સ્‍થાનિક પોલીસની મદદથી શરૂ કરેલ અભિયાન રંગ લાવ્‍યું છે. ફાર્મ હાઉસ, ઉજવણી સ્‍થળો અને ભૂતકાળમાં જયા ગેર કાયદે પ્રવળત્તિ થયેલ તેની જૂની ફાઈલ ખોલવી બંદોબસ્‍ત ગોઠવેલ છે.રાજકોટ સીપી બ્રજેશ ઝા પણ તમામ બંદોબસ્‍તની વિગતો મેળવી સુરક્ષા વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપી રહ્યાનું સૂત્રો જણાવે છે.

(10:32 AM IST)