News of Tuesday, 31st December 2024
ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ થકી માહીતી ખાતાની કામગીરી સરળ, ઝડપી બનીઃ દિલીપભાઇ ગજ્જર
ગાંધીનગર ન્યુઝ એન્ડ મીડીયા રિલેશન શાખાના સહાયક માહીતી નિયામક વર્ણવે છે પોતાની ર૪ વર્ષની યાત્રા

રાજકોટ, તા., ૩૧: ગાંધીનગર માહીતી ખાતાના અધિકારી દિલીપભાઇ ગજ્જરે જણાવ્યું છે કે,
સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદ ખાતેથી સરકારી સેવામાં માહિતીખાતા માં મારી કારકિર્દી ની શરૂઆત તા.૧-૧- ૨૦૦૦ થી થઈ હતી.કર્મભૂમિ નડિયાદ કચેરીથી શરૂ થયેલી મારી આ સફરને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે. સરદાર સાહેબની જન્મભૂમિ એવી ખમીરવંતી ખેડાની ધરતીનું પાણી તેમજ લોખંડી સંસ્કારના પરિણામે આજે હું લોખંડી જજબા સાથે અણનમ યોધ્ધાની જેમ કાર્યરત છું.ખાતાના મારા સીનીયર અધિકારીઓના માર્ગદર્શન અને સહયોગના પરિણામે મેં કરેલી કામગીરી થકી ખૂબજ નામના મળી છે.મારી આ સફર દરમિયાન મીડિયાના મિત્રોનો પણ અદભૂત પ્રેમ અને સહયોગ મળ્યો છે અને મળી રહ્યો છે.શીખવાની તમન્ના સાથે અનેક ચઢાવ ઉતાર વચ્ચે નિષ્ઠાથી કામ કરવાની ઈચ્છાશકિતને પરિણામે મારી આ સફર અવિસ્મરણીય બની રહી છે.
વર્ગ-૩થી શરૂ થયેલી મારી આ સફરમાં મને બે પ્રમોશન પણ મળ્યા છે અને હાલ હું ગાંધીનગર ખાતે ન્યૂઝ એન્ડ મીડિયા રીલેશન શાખામાં સહાયક માહિતી નિયામક(વર્ગ-૨)તરીકે કાર્યરત છું અને હજું વર્ષ ૨૦૨૯ સુધી મને આ સરકારી સેવાનો લાભ મળનાર છે.
માહીતીખાતા એ પણ પ્રવર્તમાન યુગ સાથે કદમ મિલાવીને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે જેના પરિણામે અમારી કામગીરી વધુ સરસ, સરળ અને ઝડપી બની છે. અમે એ દિવસો પણ જોયા છે કે પ્રેસનોટની ફેકસ અને અખબારની કચેરી ઉપર રૂબરૂ જઈને પ્રેસનોટના ફોલ્ડની ડીલીવરી કરાવી છે. આજે એ કામ આંગળીના ટેરવે એક જ સેકન્ડમાં વોટસએપ અને ઈ મેઈલ દ્વારા સીધુ જ મિડીયાના મિત્રોને એમના મોબાઈલ પર હાથોહાથ મળી જાય છે.
મારી સરકારી સેવાના આ ચોવીસ વર્ષની સફરમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્ર ભાઈ પટેલ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સાથે તો મને સતત પંદર વર્ષ સુધી પ્રચાર પ્રસાર સહિત સમાચાર લક્ષી કામગીરી કરવાનો અવસર મળ્યો જે મારા માટે ગૌરવરૂપ છે.
આ ઉપરાંત તત્કાલીન મંત્રીમંડળના સભ્યો નરોત્તમભાઈ પટેલ, દિલીપ સંધાણી, પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,સૌરભ ભાઈ પટેલ, આર.સી.ફળદુ, કૌશિક ભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, પૂર્ણેશભાઈ મોદી, જીતુ ભાઈ વાઘાણી, હર્ષ સંઘવી, ઋષિકેશ ભાઈ પટેલ, મનિષા વકીલ, નિમિષાબેન સુથાર, જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય મંત્રી મંડળના સભ્યોના કાર્યક્રમો,બેઠકો, પત્રકાર પરિષદો, ગુજરાત વિધાનસભાના સત્રો,રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કાર્યક્રમોના સમાચાર કવરેજની કામગીરી અને મિડીયા સંકલનની કામગીરી એ મને ખૂબજ નામના અપાવી છે એ બદલ હું આજીવન ખાતાનો ઋણી રહીશ.
હવે મારા જીવનની વાત કરૂ તો અમારા પરિવારમાં અમે બે ભાઈ અને એક બહેન હું વચેટ બેન મારાથી નાની મોટાભાઈ એ સાયન્સ લીધું તો મેં પણ સાયન્સ લીધું એનો બારમા ધોરણમાં ગાંધીનગર જિલ્લામાં બીજો નંબર આવ્યો હતો એટલે એને બી.જે.મેડીકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો.ભાઈ ભણવા અમદાવાદ જતો એટલે પપ્પા પાસે મેં પણ જીદ કરી કે મારે પણ કોલેજ તો અમદાવાદજ કરવી છે એટલે પપ્પા એ અને ભાઈ એ કિધુ સારૂ કરો. ધોરણ-૧૨ ૧૯૮૮માં પાસ કર્યા પછી બી.એસ.સી માં સી.યુ.શાહ સાયન્સ કોલેજમાં ૧૯૮૯માં પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો અને કોલેજ લાઈફ શરૂ થઈ.
નવું નવું અમદાવાદ જોયું હતું અને ગાંધીનગરથી અમદાવાદ અપડાઉન ડબલડેકર માં ફરવાની મજા તેમજ મિત્રો પણ એવા મલ્યા કે આખું વર્ષ ફરવા-રખડવા મોજ મસ્તી માં ગયું અને પ્રથમ વર્ષમાં નાપાસ થયો ને મે ધરે કીઘું કે હવે નથી ભણવું ખાનગી નોકરી કરીશ ત્યારે હીરા ઉદ્યોગ નવો નવો હતો મેં ગાંધીન ગર જી.આઈ. ડી.સીમાં નોકરીની ગોઠવણ પણ કરી દીધી હતી પપ્પાને તો સીધુ કહેવાય નહી એટલે મમ્મીને કીધું આ બધું ત્યારે પપ્પા એ મને ખૂબ માર્યો અને કીધું ભણવું તો પડશેજ ભાઈ ચાલશે જ નહીં અને તરતજ તેમણે ફરીથી ગાંધીનગર સરકારી સાયન્સ કોલેજમાં બી.એસ.સીના પ્રથમ વર્ષમાં પ્રવેશ અપાવી દીધો પપ્પાના એ મારે મારી જીંદગી બદલી નાખી.આજના યુગમાં આપણે આપણા ટેણીયાઓને ટચ કરતા પહેલા વિચારવુ પડે એમ છે.બી.એસ.સી બોટની ફર્સ્ટકલાસ સાથે વર્ષ ૧૯૯૩માં પાસ કર્યુ.ત્યાર બાદ પી.જી માટે તો ફરીથી અમદાવાદ જ આવવું પડ્યું ત્યારે તો આટલી બધી કોલેજો પણ નહોતી એમ.એસ.સી માટે એમ.જી.સાયન્સમાં એડમીશન લીધું પણ એમ.એસ.સીના બે વર્ષમાં પણ ૫૫ ટકા ના આવ્યા એટલે પ્રોફેસર માટેના દ્વાર બંધ થઈ ગયા.
મારી આ સફળતાનો સંપૂર્ણ શ્રેય હું મારા ભાઈ-ભાભી,મારી નેહા અને સમગ્ર પરિવાર ને આપું છું.કેમ કે,મારા મોટાભાઈ ડાઙ્ઘ.પરેશ ગજજર અને હું બંન્ને સાથે જ સંયુકત પરિવાર માં જ રહીએ છીએ,મારી નાની બહેન પારૂલને પણ મારા જીજાજી અને એમનો પરિવાર એટલો મસ્ત મલ્યો છે કે અમારે સહેજ પણ ચિંતા નથી.
મારા ભાઈ ગાંધીનગર સીવીલ હોસ્પિટલમાં તબીબ તરીકે સેવાઓ આપે છે. મારા પિતાજી હતા તો પણ ભાઈ અને પપ્પા એ મને બહું સાચવ્યો હતો અને હું નાનો હતો એનો પણ મે ગેરલાભ બહું લીધો છે.નાના હતા ત્યાર થી જ મારો ભાઈ મારા માટે પહેલીથી જ જતું કરતો આવ્યો છે મારે જે જોઈએ એ પપ્પા ને કહે પહેલા એને અપાવો મારે ચાલશે. અને આજે પપ્પા નથી તો પણ પપ્પાની ભૂમિકામાં મારો ભાઈ મને એટલું જ સાચવે છે.આજે પપ્પાની જગ્યા ભાઈ એ લીધી છે અને સમગ્ર પરિવારની જવાબદારી એ ઉપાડે છે એટલે હું બિન્દાસ્ત પંખીની જેમ આજેય પણ ઉડી શકું છું.આજે પણ હું કોલેજમાં ભણતો હતો એ રીતેજ રહું છું.ધરની એક પણ જવાબદારી મારા શિરે મારા ભાઈ એ હજું સુધી આવવા દીધી નથી.ધરના કંઈ પણ કામ હોય કે કયાંક સામાજીક પ્રસંગે જવાનું હોય તો મને પૂછે આજે ટાઈમ મલશે અને હું ના પાડું તો એ બધુંજ ગોઠવી દે મારી આઙ્ઘફિસની સમાચાર કામગીરી એ સારી રીતે સમજે છે એટલે મને પૂછે હું ફ્રી હોઉ તો કરૂ પણ ખરો, કયારેક એવું બને એ કહે ભાઈ આજે આ કરવું પડશે મારે મેળ પડે એમ નથી એટલે હું સમજી જવું કે આજે ચાલશે નહી એટલે એ દિવસે હું એડજસ્ટ કરી જ લવું પણ આવું ભાગ્યેજ બને એ કરીજ નાખે.મને સાચા અર્થમાં ભાઈ તરીકે રામ મળ્યા છે.
મારે એક બાબો અને ભાઈને એક બેબી અને એક બાબો છે. મારો ટેણીયો સીવીલ એન્જીનીયર કરીનૈ આજે ઓસ્ટ્રેલીયા ખાતે માસ્ટર ઓફ એન્જી નીયરીંગ પૂરૂ કરીને સેટલ છે.મારી કજીન ડેન્ટલમાં એમ.ડી. થઈ ગઈ છે. ભત્રીજો એમ.બી. બી.એસ ના ફાઈનલ ઈયરમાં અભ્યાસ કરે છે.પરિવારમાં સૌ મને બચ્ચા પાર્ટી ગણીને જ સાચવે ભાઈ તો કાયમ કહે ચારેય બચ્ચા પાર્ટી કહે એમ જ આપણે કરવાનું મારા ભાભી પણ મને મમ્મીની જેમ એટલુંજ સાચવે છે. મારી નેહા પણ મને એવીજ મળી છે કે હું કંઈ પણ કહું તો કયારેય ના ના પાડે મારી ના માં પણ એની હા હોયજ કેમકે એ જાણે છે કે, હું બહું જીદ્દી છું મારાથી એક વાર ના થાય તો હા નથી થતી એ બધુંજ એડજસ્ટ કરી લે મારા માટે મિત્રો સંયુકત પરિવારની આજ મજા છે અને આજ ફાયદો છે. સમાજમાં પણ લોકો અમારા બંન્ને ભાઈની જોડીના ખૂબજ વખાણ કરે છે અને કહે કે રજનીભાઈનું નામ અને નામના તમે બંન્ને ભાઈઓ એ જાળવી રાખી છે એનું અમને ગૌરવ છે તેમ દિલીપભાઇ ગજ્જરે અંતમાં જણાવ્યું છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
