News of Tuesday, 31st December 2024
રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડા પવનો ફુંકાતા લોકો ઠુંઠવાયા: હજુ ચાર દિવસ કાતિલ ઠંડી પડશે
રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યા પછી ઠંડી વધી:હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડા પવનો ફુંકાવાના કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યા પછી ઠંડી વધી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ બદલાવની સંભાવના નથી. કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અમદાવાદમાં 14.5, ડીસામાં 10.6, વડોદરામાં 15.8, સુરતમાં 17.8 , ભુજમાં 10.2, નાલિયામાં 6.5, કંડલા 13.0, ભાવનગરમાં 15.4, દ્વારકામાં 16.3, રાજકોટમાં 11.4 અને વેરાવળમાં 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
