News of Tuesday, 31st December 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ વાઘોડિયામાં 1600 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 47 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 6,121.59 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 6,121.59 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વાઘોડિયા માર્કેટ યાર્ડમા 1600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1506 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1507 રૂ., બોટાદમાં 1505 રૂ., ઉનાવામાં 1500 રૂ., સિદ્ધપુરમાં 1498 રુ., ધંધુકામાં 1494 રૂ., અમરેલીમાં 1479 રૂ., ગોંડલમાં 1476 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,121.59 ટન કપાસની આવક થઇ છે.



(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
