<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5265 રૂપિયા બોલાયો: જાણો અન્ય 24 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 902.63 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 902.63 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5265 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4150 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4701 રૂ., સાવરકુંડલામાં 4650 રૂ. અંજારમાં 4640 રૂ., રાધનપુરમાં 4601 રૂ., વાવમાં 4580 રૂ., રાજકોટમાં 4571 રૂ., હારીજમાં 4560 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 902.63 ટન આવક થઇ છે.

(7:21 PM IST)