<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ હિંમતનગરમાં 1499 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 34 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 3,794.85 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 3,794.85 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1499 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1220 રૂ. અને નીચો ભાવ 950 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1400 રૂ., બાયડમાં 1356 રૂ., ગોંડલમાં 1341 રૂ., પાંથવાડામાં 1330 રૂ., ડીસામાં 1322 રૂ., સાવરકુંડલામાં 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,794.85 ટન મગફળીની આવક થઇ છે.

(8:32 PM IST)