<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

આગામી પાંચ દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીથી મળશે રાહત : લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે

ભુજમાં 10.2, ડીસામાં 10.6, રાજકોટમાં 11.4 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5, કેશોદમાં 11.7, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ :ગુજરાતમાં રાત્રે અને સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસ બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 29.1 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું. 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 32.3 ડિગ્રી, સુરતમાં 31.6, વેરાવળમાં 31, મહુવામાં 31, અમરેલીમાં 30.4, સુરેન્દ્રનગરમાં 30.3, પોરબંદરમાં 29.8, વડોદરામાં 29.6, ભુજમાં 29.2, નલિયામાં 29.2, અમદાવાદમાં 29.1, કેશોદમાં 29, ભાવનગરમાં 28.9, કંડલા પોર્ટમાં 28.8, દ્વારકામાં 28.7, ડીસામાં 28.6, ગાંધીનગરમાં 28.5, વલ્લભ વિદ્યાનગરમાં 27.5, ઓખામાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6 ડિગ્રી, ભુજમાં 10.2, ડીસામાં 10.6, રાજકોટમાં 11.4, ગાંધીનગરમાં 11.5, કેશોદમાં 11.7, સુરેન્દ્રનગરમાં 12.8, કંડલા પોર્ટમાં 13, પોરબંદરમાં 13.2, અમરેલીમાં 14, અમદાવાદમાં 14.5, મહુવામાં 15.1, વલ્લભ વિદ્યાનગરમાં 15.2, ભાવનગરમાં 15.4, વડોદરામાં 15.8, દ્વારકામાં 16.3, સુરતમાં 17.8, વેરાવળમાં 18, ઓખામાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(9:09 PM IST)