News of Tuesday, 31st December 2024
ખટોદરા પોલીસે મહારાષ્ટ્રથી ટ્રાન્સપોર્ટ મારફતે કાપડના પાર્સલની આડમાં લવાતો 2.52 લાખનો દારુ પકડ્યો
પોલીસે 2.52 લાખથી વધુની મત્તાના વિદેશી દારૂના જથ્થા સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો

સુરત 31 ડિસેમ્બરને પગલે સુરત પોલીસની ભીંસ વધતા બુટલેગરો દ્વારા શહેરમાં હેમખેમ રીતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. જેનો દાખલો સુરતના ખટોદરા વિસ્તારમાં જોવા મળ્યો છે. ખટોદરા પોલીસે મહારાષ્ટ્ર થી ટ્રાન્સપોર્ટ મારફતે કાપડના પાર્સલ ની આડમાં લાવવામાં આવેલ 2.52 લાખથી વધુની મત્તાના વિદેશી દારૂના જથ્થા સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
