<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

ભાજપના જિલ્લા-શહેર પ્રમુખ માટે માપદંડ: 60 વર્ષની વય મર્યાદા, સંગઠનમાં પૂર્વ હોદ્દેદાર રહ્યાં હોવા જરૂરી

2 વખત ભાજપનો સક્રિય સભ્ય હોવા પણ જરૂરી: . 3 જાન્યુઆરીથી પ્રમુખોની વરણીને લઇ કવાયત:રાજ્યની 8 મનપા અને 33 જિલ્લાના પ્રમુખોની વરણીને લઇ મંથન

ભારતીય જનતા પાર્ટીએ  જિલ્લા અને શહેર પ્રમુખ માટે માપદંડ નક્કી કર્યા છે. 60 વર્ષની વય મર્યાદા, સંગઠનમાં પૂર્વ હોદ્દેદાર રહ્યાં હોવા જરૂરી છે. આ ઉપરાંત 2 વખત ભાજપનો સક્રિય સભ્ય હોવા પણ જરૂરી હોવાનું ઠરાવવામાં આવ્યું છે. જો કે કેટલાક કિસ્સામાં માપદંડમાં છૂટછાટ અપાઇ શકે છે. 

આગામી 3 જાન્યુઆરીથી પ્રમુખોની વરણીને લઇ કવાયત હાથ ધરાશે. 8 મનપા અને 33 જિલ્લાના પ્રમુખોની વરણીને લઇ મંથન ચાલી રહ્યું છે. આગામી 10 જાન્યુઆરી સુધીમાં 50 ટકાથી વધુ શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવશે.

(9:28 PM IST)