<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલનું ઓનલાઈન વેચાણ કરતા બે આરોપી ઝડપાયા

બન્ને વ્યક્તિઓને 60 ચાઈનીઝ તુક્કલ સાથે ઝડપી લેવાયા : ધ્રુવ પટેલ અને મોહીત બુલચંદાનીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી

અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલનું ઓનલાઈન વેચાણ કરનારા 2 વ્યક્તિને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. સોશિયલ મીડિયા પર ચાઈનીઝ તુક્કલના વેચાણ માટેની પોસ્ટ મુકી હતી. સાયબર ક્રાઈમને ધ્યાને આવતા ખરીદી કરવાના બહાને પોસ્ટ કરનારને બોલાવ્યા હતા   . મકરબા સરકારી ચાવડી પાસેથી બન્ને વ્યક્તિઓ 60 ચાઈનીઝ તુક્કલ સાથે ઝડપાઈ ગયા હતા. ધ્રુવ પટેલ અને મોહીત બુલચંદાનીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. સાયબર ક્રાઈમે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

(9:29 PM IST)