<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

એજન્સીની બેદરકારી : રાજપીપળામાં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી અકસ્માતને આમંત્રણ આપે તેવી

દરબાર રોડ જૈન દહેરાસર પાસે એકાદ મહિનાથી ખોદેલા ખાડાનું કામ પૂર્ણ નહી થતા ત્રણ રસ્તાના કારણે અકસ્માતની શક્યતા:એજન્સી પાસે કામદારો નથી કે જરૂરી સામાન અને વાહનો નહી હોવાથી કામગીરી ટલ્લે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેર માં ભૂગર્ભ ગટર લાઇનની કામગીરીમાં હાલ કામ કરી રહેલી એજન્સીની બેદરકારી જોવા મળી, જેમાં લાંબા સમયથી દરબાર રોડ જૂની પોસ્ટ ઓફિસ નજીક આવેલા જૈન દહેરાસર પાસે એકાદ મહિનાથી ખાડા ખોદવા છતાં હજુ કામગીરી પૂરી નથી થઈ અને ખાડા માટે ત્યાં મૂકેલા બરિકેટ ના કારણે રસ્તો સાંકડો બનતા તેમજ ત્યાં ત્રણ રસ્તા પડતા હોવાથી આરબ ટેકરા તરફથી આવતા વાહનો અને મુખ્ય માર્ગ પરના વાહનો વચ્ચે અકસ્માત થાય તેવી પૂરી શક્યતાઓ જણાય છે છતાં ગોકળગાયની ગતિ એ ચાલતા કામ પર એજન્સી દ્વારા ઝડપી કામ કરવામાં આવતું નથી. તો શું કોઈ અકસ્માત બાદ આ કામ પૂરું થશે. ?
  જોકે વોર્ડ નંબર 5 ના સદસ્ય પ્રજ્ઞેશ રામીના જણાવ્યા મુજબ ફેસ.૧ બાદ હાલ માં ફેસ.૨ ની કામગીરી ચાલુ છે જેમાં આગળ કામગીરી કરેલ એજન્સીએ મુખ્ય લાઇન સાથે જોડાણ નહી કરતા હાલ માં ખોદકામ કરાઈ રહ્યું છે પરંતુ હાલ એજન્સી પાસે જરૂરી વાહનો, પાઇપલાઇન સહિત નો સામાન અને કામદારો નહી હોવાથી કામગીરી પૂર્ણ થતી નથી. અને આ ફક્ત દરબાર રોડ પર નહી બલ્કે શહેર માં નંખાયેલ લાઇન માં ઘણી જગ્યાઓ પર મુખ્ય લાઇન માં જોડાણ નહી કર્યું હોય તો આવી સ્થિતિ ઊભી થઈ છે.નગરપાલિકા આવી અધૂરી અને ધીમી કામગીરી બાબતે એજન્સી ને નોટિસ આપી ઝડપી કામ કરાવે એ જરૂરી છે.
 સ્થાનિકો ભૂગર્ભ ગટર માંથી બહાર આવતા મોટા મોટા ઉંદર થી ત્રાસી ઉઠ્યા
    ભૂગર્ભ ગટર માટે ઘર ની બહાર બનાવેલ કુંડી માંથી માટી ખોદી મોટા મોટા ઉંદરો બહાર આવે છે જે લોકો ના ઘરો માં ઘુસી બધો બગાડ કરે છે સાથે સાથે જે જે જગ્યા પરથી ઉંદરો નીકળે છે તે જગ્યાઓ ઉપર ફળિયા ના કૂતરા લાગ જોઈ ને બેસી રહ્યાં હોય કે ઉંદર આવે તો પકડી તેને ખોરાક બનાવું. ત્યારબાદ મરેલા ઉંદરો પણ ફળિયા માં પડેલા હોવાથી રોગચાળા ની દહેસત લોકો માં ફેલાયેલી છે.
   એજન્સી ને બ્લેકલિસ્ટ કરવી જોઈએ
  ભૂતકાળમાં બે વખત ભૂગર્ભ ગટર નિષ્ફળ નીવડી હતી અને કરોડો રૂપિયા માથે પડ્યા બાદ હાલ માં ટેકનિકલ પાસા જોઈ યોગ્ય રીતે ગટર નું કામ થયું પરંતુ એજન્સીએ ઉતરેલી વેઠ હવે નડે છે. માટે જે એજન્સીની આવડી મોટી ભૂલ હોય તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ

(10:18 PM IST)