News of Tuesday, 31st December 2024
રાજપીપળા અંબુભાઈ પુરાણી સ્કૂલની બે દીકરીઓએ જુનિયર હેન્ડબોલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:46મી જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ બહેનો નેશનલ કક્ષા એ હેન્ડબોલ સ્પર્ધા તામિલનાડુ ખાતે યોજવામા આવેલ.જેમાં શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ, રાજપીપલા ખાતેની DLSS બે દીકરીઓ વસાવા કામિની કમલેશ ભાઈ તથા પટેલ કોમલ સુશીલભાઈ નાઓ ગુજરાતની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરીને રમવા ગયા હતા તેમાં ગુજરાતની ટીમ એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી રાજપીપળા તેમજ શ્રી અંબુભાઈ પુરાણી રાજપીપળા તથા સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.તે બદલ જુનિયર હેન્ડબોલ ટીમની તમામ બહેનો તેમજ બારોટ સંદીપ જે ગુજરાતના કોચ તરીકે ગયા હતા જેઓ DLSS અંબુભાઈ પુરાણી સ્કૂલ, નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે (હેન્ડબોલ કોચ)દિગ્વિજય સિંહ ગોહિલ (હેન્ડબોલ ટ્રેનર) ને શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ વતી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ગોહિલ સાહેબ તેમજ તમામ વિભાગનાં આચાર્ય અને તમામ સ્ટાફ દ્રારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો આગામી સ્પર્ધાઓમાં વિશેષ પરીણામ અપાવી SAG/DSDO કચેરી નર્મદા તેમજ શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ સાથે સમગ્ર નર્મદા જીલ્લાનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ સહ અભિનંદન આપ્યા હતા.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
