તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 31st December 2024
વાંસલા ગામે થયેલ હત્યાના ગુનામાં એકની ધરપકડ બાદ બે દિવસના રિમાન્ડ આપતી તિલકવાડા કોર્ટ
મોઢે રૂમાલ બાંધી હત્યાને અંજામ આપનાર હત્યારાને પોલીસે સીસીટીવીની મદદથી ઝડપી પાડ્યો પરંતુ હજુ ઓળખ પરેડ બાકી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના યુવાનની ધોળા દિવસે ધારિયાના ઘા મારી કરપીણ હત્યા કરી ભાગી ગયેલા આરોપીને ગણતરીના કલાકોમાં નર્મદા પોલીસ પકડી પાડવામાં સફળ થઈ હતી પરંતુ આ પકડાયેલ શખ્સ ની ઓળખ પરેડ બાકી હોવાથી પોલીસે હજુ તેનું નામ કે ફોટો જાહેર કર્યો નથી સાથે સાથે હત્યા કેમ કરી તેનું મુખ્ય કારણ જાણવા પોલીસે રિમાન્ડ માંગતા નામદાર તિલકવાડા કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. આરોપી સાથે પોલીસ ઘટનાનું રિકંટ્રકસન કરસે કેમકે પ્રાથમિક તપાસમાં એકદમ પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હોવાનું માલૂમ પડતું હોય પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવાની પ્રયાસ કરી રહી છે.
આ બાબતે ડી.વાય.એસ.પી. સંજય શર્માએ જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામનો 40 વર્ષીય યુવાન ભિતેશ અમૃત તડવી ગામની બહાર મુખ્ય માર્ગ પર તેના ખેતર પાસે આવ્યો. જેની કોઈ કારણસર પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી બપોરના સુમારે મુખ્ય માર્ગ પર કોઈ અજાણ્યો ઈસમે હાથમાં ધારિયું લઈને ત્યાં બાઇક પર આવ્યો અને તેણે મોઢે કપડું બાંધી પોતાની ઓળખ છુપાવી કાંઈ પણ કહ્યા વિના ઉપરા છાપરી ધારિયાના ત્રણ ઘા ગળાના છાતીના અને માથાના ભાગે મારી ઘટનાસ્થળે હત્યા ને અંજામ આપી બાઇક લઇને ભાગી ગયો હતો.
100 નંબર પર કોલ આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોના નિવેદનો લીધા અને હત્યારાને શોધવા પોલીસે ટીમો દોડાવી જેમાં ગરુડેશ્વર પી.આઈ અરુણ ગામીત, LCB PI આર જે ચૌધરી, SOG PI વાય.એ. સીરશાઠ સહિત ટીમો દોડી આવી હત્યારા ને પકડવા સ્થાનિક પૂછપરછ કરી, સીસી ટીવી કેમેરામાં ચેકીંગ કરતા મોડી રાત્રે પોલીસે આરોપી ને ઝડપી પાડ્યો હતો. જોકે હાલ પકડાયેલ શખ્સનું નામ જાહેર કર્યું નથી તેની ઓળખ પરેડ બાદ નામ પોલીસ આપશે
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
