News of Tuesday, 31st December 2024
ગરુડેશ્વર રોડ પર આવેલ કમ્ફર્ટ ઇન(સંકલ્પ )હોટલના સંચાલક વિરુદ્ધ SOG એ ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ અવાર નવાર હોટલ, ગેસ્ટ હાઉસ સહિતના એકમો પર જરૂરી ચેકીંગ હાથ ધરી નિયમોનું પાલન થાય છે કે નહિ એ બાબતે કડક ચેકીંગ હાથ ધરે છે અને એસ.ઓ.જી.ટીમે એક હોટલમાં ચેકીંગ કરતા નિયમોનું પાલન નહી કરતા ગુનો દાખલ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર એચ.કે.પટેલ પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.ઓ.જી.શાખા જી.નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ સંચાલક મોહમંદ ફકરુદીન મોહમંદ ફતેહદીન ખાન(રહે, ન્યુ બીલ્ડીંગ બ્લોક નં.એ રૂમ નં.૭૦૩, હનુમાન મંદીરની બાજુમાં એકતા નગર તા.ગરુડેશ્વર જી.નર્મદા )નાઓ એ કમ્ફર્ટ ઇન (સંકલ્પ ) હોટલના મેનેજરે તરીકેની ફરજ માં તા.૧/૧૨/ ૨૦૨૪ થી તા.૨૯/૧૨/૨૦૨૪ સુધીમાં રજીસ્ટરમાં કુલ-૧૫૮ નોંધ માં મુસાફરો રોકાયેલાની હતા જેમાં નર્મદા જીલ્લા પોલીસ તરફથી વેબ ડિઝાઈન કરેલ પથિક સોફ્ટવેર એપ્લીકેશનમાં એકપણ મુસાફર રોકાયેલાની ઓનલાઇન એન્ટ્રી નહી કરી ગુનો કરતાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ નર્મદા એ પગલા લઈ આગળની કાર્યવાહી માટે ગરુડેશ્વર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવા તજવીજ હાથ ધરી છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
