<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

નર્મદા પોલીસ 31 ડિસેમ્બરના ચેકીંગમાં સજ્જ : બે દિવસમાં 60 ચાલકોને નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતા ઝડપી પાડ્યા

બે દિવસ માં કુલ 60 વ્યક્તિઓને નશો કરી ભારે, ફોર વ્હીલ અને ટુ વ્હીલ વાહન હંકારતા પકડી પાડી ગુના દાખલ કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા પોલીસ હાલમાં અનેક ઠેકાણે 31 ડિસેમ્બરને લઇ ચેકીંગ કરી રહી છે જેમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતના આવતા અંગ્રેજી દારૂ અને નશાની હાલત માં વાહન હંકારતા લોકો પર ખાસ નજર રાખી રહી છે ત્યારે શનિવાર અને રવિવારની બે રજા ના દિવસોમાં પોલીસે કુલ 60 ચાલકોને નશામા વાહન ચલાવતા ઝડપી ગુના દાખલ કર્યા હતા.

જાણવા મળ્યા મુજબ પોલીસે અલગ અલગ જગ્યા પર ચેકીંગ દરમિયાન વાહનો અટકાવી ચાલક ની પૂછપરછ અને વાહન ચેકીંગ કરી અંગ્રેજી દારૂનો મુદામાલ પકડ્યો જેમાં દેડિયાપાડા તાલુકાના વાડવા ગામમાં રહેતા અશ્વિન સિંગાભાઈ વસાવા ના ઘર માંથી રૂપિયા ૧૬૦૦ નો દારૂ મળી આવ્યો હતો જ્યારે અશ્વિન વસાવા ઘરે નહી મળતા ગુનો દાખલ કર્યો છે, જ્યારે વાડવા ગામના એક મહિલા ના ઘરમાં તપાસ કરતા ત્યાંથી ૪૦૦૦ નો અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો પરંતુ મહિલા નહી મળતા ગુનો દાખલ કર્યો છે.
     જ્યારે સાગબારા પોલીસ ચેકીંગ માં હતી ત્યારે મહારાષ્ટ્ર તરફથી આવતી એક જીપ નં. MH.12.PZ. 7992 ને અટકાવી તપાસ કરતા અંદર થી અંગ્રેજી દારૂ કિંમત રૂપિયા 2, 055 તેમજ જીપ કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂપિયા 5.02.055 નો મુદામાલ પોલીસે કબ્જે કરી ગાડીમાં બેઠેલા નિલેશ વસંતરાવ ગહાલ (રહે. કામગાંવ, શંકરનગર, જગદંબા રોડ, જલાલપુરા તા. ખામગાંવ જી. ભુલડાણા (મહારાષ્ટ્ર), નિલકંઠ બળવંત માલી(રહે, ટેભુણર્ણા, સીરજગાંવ તા. ખામગાંવ જી. બુલડાણા (મહારાષ્ટ્ર) અને નિલેશ શંકરરાવ ઉગલે ઉ.વ.૪૫ (રહે. શિવાજી વેસ, ગૌરક્ષણ રોડ, ખામગાંવ તા. ખામગાંવ જી. બુલડાણા(મહારાષ્ટ્ર) નાઓ ની પૂછપરછ કરતા તેઓના મોઢા માંથી દારૂની વાસ આવતી હતી જેથી પોલીસે દારુ કબ્જે કરી આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:21 PM IST)