News of Tuesday, 31st December 2024
SOU ખાતે નવા વર્ષ અને શનિ, રવિવારની રજામાં પ્રવાસીઓનો ધસારો : બે દિવસમાં 2 લાખ પ્રવાસીઓ નોંધાયા
2018થી આજદિન સુધી લગભગ 2.10 કરોડ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોંધાઈ ચૂક્યા છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: એકતા નગર કેવડીયા માં હાલ ચાલી રહેલી ફુલગુલાબી ઠંડીની સિઝનને કારણે અને નવા વર્ષના વધામણાં કરવા પ્રવાસીઓનું SOU ફરવા માટેનું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે.
SOU ખાતે શનિ રવિની રજામાં 2 લાખથી વધુ પ્રવાસીઓ ઊમટી પડયાં હતા. હિલ સ્ટેશન જેવું વાતાવરણ થતાં પ્રવાસીઓને મજા પડી હતી, જેમાં પાંચ દિવસમાં પાંચ લાખ પ્રવાસીઓ નોંધાયા છે.
વર્ષ 2024 ને વિદાય કરી 2025ના વર્ષને આગમન માટે થનગનાટ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે. ત્યાં લોકો નવા વર્ષના વધામણા કરવા માટે ઉમટી રહ્યા છે. અને તેવામાં અત્યારે હિલ સ્ટેશન જેવું વાતાવરણ થતાં પ્રવાસીઓને આ વિસ્તારમાં ખૂબ મજા આવી રહી છે.
એસઓયુ ખાતે જંગલ સકારી પાર્ક, આરોગ્ય વન એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીરાન પાર્ક, તેમજ એડવેન્ચર માટે રિવર રાફ્ટિંગ છે. જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારમાં આવેલી હોટલો ટેન્ટ સિટીમાં રોકાયા છે. અત્યારે પ્રવાસીઓનો ધસારો ખૂબ જ છે. શનિવારના દિવસે 80 હજાર અને રવિવારે 1.20 લાખ જેટલા પ્રવાસીઓ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી રોજના અંદાજે 65 થી 70 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવી રહ્યા છે. ત્યારે ગત વર્ષ કરતાં આ વખતે નવા વર્ષની ઉજવણી કરવા માટે બે લાખ પ્રવાસીઓ નોંધાયા છે.
Sou સત્તા મંડળ દ્વારા પ્રવાસીઓની ભીડ જોતા બસ સુવિધાઓ વધારી દીધી હતી. પાર્કિંગ માં પણ વધારો કરી દેવાયો છે, ટિકિટ બારીઓ અને સ્થાનિક રીક્ષા વાળા આવા તહેવારો નો લાભ લે અને રોજગારી મેળવે સામે પ્રવાસીઓને પણ તકલીફ ના પડે એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. નાતાલ થી અત્યાર સુધીમાં 5 લાખ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે. આમ 2018 થી ગણીએ તો 2.10 કરોડ પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
