<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

અંધ શ્રદ્ધા અને વહેમના કારણે ખૂની ખેલ રમાયો વાંસલા ખાતે થયેલ હત્યાના ગુનામાં આરોપીની કબૂલાત

દોઢ વર્ષ પહેલા બે મિત્રો વચ્ચે થયેલ મુલાકાતમાં મારી પર તેને મેલી વિદ્યા કરી છે એમ કહી મિત્રની હત્યા કરી

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના યુવાનની ધોળા દિવસે  ધારિયાના ઘા મારી કરપીણ હત્યા કરી ભાગી જતા આરોપીને ગણતરીના કલાકો માં નર્મદા પોલીસે પકડી પાડયો હતો. જોકે આ હત્યા પાછળનું કારણ જોઈએ તો પણ નવાઈ લાગે કે અંધશ્રદ્ધામાં લોકો એટલા ગળાડૂબ છે. કે આવા ખૂની ખેલને પણ અંજામ આપતા અચકાતા નથી.

    ગરુડેશ્વરના વાંસલા ગામ પાસે મુખ્ય માર્ગ પર ધોળા દિવસે કેટેગરી સીમાં રહેતા તુષાર ઉર્ફે ગુડ્ડુ અરવિંદ તડવી નામનો યુવાન બાઇક પર મોઢું બાંધી આવ્યો અને વાંસલા ગામના તેના મિત્ર ભિતેશ અમૃત તડવીને ગળા અને છાતીના ભાગે ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, પોતાની સાથે બોટલમાં પેટ્રોલ પણ લઈને આવ્યો હતો અને લાઇટર પણ મારી ને સળગાવી દેવાની કોશિસ કરતા પહેલા સ્થાનિક લોકો આવી જતા તુષાર ઉર્ફે ગુડ્ડુ જે બાઇક લઈને આવ્યો હતો તે બાઇક લઈ ને ભાગી ગયો હતો. 100 નંબર પર કોલ આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોના નિવેદનો લીધા અને  હત્યારાને શોધવા પોલીસે ટીમો દોડાવી  જેમ સ્થાનિક ગરુડેશ્વર પી.આઈ અરુણ ગામીત, LCB PI આર જે ચૌધરી, SOG PI વાય.એ. સીરશાઠ સહિત ટીમો દોડી આવી હત્યારા ને લઈને પકડવા સ્થાનિક પૂછપરછ કરી, સીસીટીવી કેમેરામાં બાઇક મોઢું ઢાંકી જતો હોય જે ચેકીંગ દરમ્યાન મોડી રાત્રે પોલીસે આરોપી ને ઝડપી પાડ્યો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ તુષાર ઉર્ફે ગુડ્ડુ અને મરનાર ભિતેશ તડવી બંને મિત્રો હતા, દોઢ વર્ષ પહેલા ભેગા મળ્યા હતા ત્યારે ભિતેશ ધુણવા લાગ્યો હતો અને તુષારના માથા પર હાથ મૂક્યો હતો. માતાજીના મંદિરે સિક્કો ચોટાડવાની વાત ને લઈને પણ શંકા કુશંકા હોય ભિતેશ મેલી વિધ્યા વાળો હોય અને મને કઈ કરી દીધુ છે. જેનાથી મારા શરીરમાં દુખાવો રહે છે. આવી અનેક બાબતો તુષારના મનમાં શંકા કરતા અંતે તુષારે આ ખૂની ખેલ ને અંજામ આપ્યો

(10:24 PM IST)