News of Wednesday, 1st January 2025
ગુજરાતભરમાં હાહાકાર મચાવનાર ૫૦ થી વધુ ગુન્હાનો આરોપી વડોદરામાં ઝડપાયો
સમગ્ર રાજ્યની પોલીસ આ રીઢા વાહન ચોરને શોધી રહી હતી, એડી સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડ ટીમને મોટી સફળતા આ રીતે મળી : ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર. જી. જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા અને પીએસઆઈ આર.એન. બારૈયા ટીમ દ્વારા સફળતાના નવા વિક્રમો સર્જાય રહ્યા છે. સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશ્નર નરસિંહમાં કોમાર સફળતા પાછળની રસપ્રદ કથા અકિલા સમક્ષ વર્ણવે છે.

રાજકોટ, તા.૦૧: રાજ્ય પોલીસ તંત્રમાં ખૂબ મહેનતુ અને સ્વચ્છ છબી ધરાવતા આઇપીએસ તરીકે જાણીતા વડોદરા સીપી નરસિંહમાં કોમાર માટે એક મુદ્દાની કાર્યક્રમ એ છે કે સામાન્ય લોકોની સુરક્ષા , અને રીઢા અપરાધી જેલમાં આ અભિયાન અંતર્ગત ચાલતી કાર્યવાહીમાં ગુજરાતના ૫૦ થી વધુ ગુન્હાના સામેલ કુવિખ્યાત વાહનચોર ૩૧થી વધુ ટુ વિહલર સાથે ઝડપાઈ ગયો છે.
સીબીઆઈ બ્રેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે અકિલા સાથેની વાતચીતમાં આંખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો જે આ મુજબ છે.
આ સમગ્ર કાર્યવાહી એડી પોલીસ કમિશનર લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ થયેલ.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર એચ.ડી. તુવર નાઓની દોરવણી હેઠળ પો.સ.ઇ. આર.એન.બારૈયાનાઓ ટિમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તપાસ કરવામા આવતા હાલ છેલ્લા કેટલાક મહીનાઓમા બનેલ ટુ વ્હીલર વાહન ચોરીઓના ગુનાઓમા અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઇસમ નામે અરવિંદ જયંતીભાઇ વ્યાસ રહે.ગામ લુણવા તા.ખેરાલુ જી.મહેસાણાનો શંકાસ્પદ જણાઇ આવેલ.જેથી આ ઇસમના મહેસાણા ખાતેના સરનામે ખાત્રી તપાસ કરતાં આ ઇસમ તેના ગામે છેલ્લા કેટલાક વર્ષથી આવતો નહી હોવાનુ જણાઇ આવેલ આમ આ ઇસમ રખડતો ભટકતો હોવાનુ જણાઇ આવેલ. આ ઇસમ વડોદરા શહેરમાંથી વાહન ચોરી કરી મોટાભાગે ગોલ્ડન ચોકડી વિસ્તારમાંથી અવરજવર કરતો હોવાનુ જણાઇ આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી વિસ્તારમા અવારનવાર ખાનગી રાહે પેટ્રોલીંગ રાખી આરોપીની સતત શોધખોળ કરવામાં આવેલ.દરમ્યાન હાલમાં આ આરોપીની શોધખોળમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ હરણી રોડ, ગોલ્ડન ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય હરણી રોડ ગદા સર્કલ પાસે ટીમ આવતા ત્યારે હરણી ગામ તરફથી એક ઇસમ મોટર સાયકલ પર ગોલ્ડન ચોકડી તરફ જતો હોય આ ઇસમ વાહન ચોર અરવિંદ જયંતીભાઇ વ્યાસ હોવાની શકયતા જણાતા સદર ઇસમને તેની મોટર સાયકલ ઉભી રાખવા માટે ઇશારો કરતાં આ મોટર સાયકલ ચાલક ટીમને જોઇ તેની મોટર સાયકલ ભગાડી મુકી નાશવાની કોશીશ કરતા જણાતા આ ઇસમ પર વધુ શંકા જતા ક્રાઇમ બ્રાંચની ટીમે સદર ઇસમનો પીછો કરી સદર ઇસમને તેની મોટર સાયકલ સાથે હરણી રોડ લેકઝોન પાસે આંતરી સદર ઇસમને મોટર સાયકલ સાથે રોકી સદર ઇસમનુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ અરવિંદ જયંતીભાઇ વ્યાસ રહે.ગામ લુણવા તા.ખેરાલુ જી.મહેસાણા હાલ રખડતો હોવાનુ જણાવેલ. સદર ઇસમ પાસેની મોટર સાયકલના કોઇ આધાર પુરાવા ન હોય જેથી આ ઇસમની સઘન પુછપરછ દરમ્યાન તેને પોતે તેની પાસેની મોટર સાયકલ ચોરીની હોવાનુ અને તેને હાલ છેલ્લા પોણા બે વર્ષ દરમ્યાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ વડોદરા રેલ્વે સ્ટેશન પાસેથી ટુ વ્હીલર મોટર સાયકલ ચોરીના ગુનાઓ કરેલાનુ અને આ ચોરી કરેલ મોટર સાયકલો જુદી-જુદી વ્યક્તિઓને આપેલાની તેમજ કેટલીક મોટર સાયકલ પેટ્રોલ ખુટી જતા બંધ થવાના કારણે બિનવારસી છોડી દીધેલાનુ જણાવતા. જેથી આ અંગે તપાસ કરી આરોપી દ્વારા ચોરી કરેલ જુદા જુદા લોકોને આપેલ મોટર સાયકલો તેમજ બિનવારસ ગમે ત્યા છોડી દીધેલ જણાવતા જેથી આ અંગે તપાસ કરી હાલ સુધી આરોપી દ્વારા ચોરી કરેલ કુલ-૩૧ મોટર સાયકલ શોધી કાઢી કબજે કરવામાં આવેલ છે. તેમજ આરોપી દ્વારા આચરવામાં આવેલ વડોદરા શહેર તથા રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના હાલ સુધીના કુલ-૨૯ ગુનાઓ ડીટેકટ થયેલ છે.(૬.૩)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
