<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

યુવાનો વ્‍યસનથી દુર રહેજો, બહેનો ફેશન છોડજોઃ શાષાી પુ.હરીપ્રકાશદાસજી સ્‍વામી

સુરતમાં મારૂતિ ધુન મંડળ આયોજીત શ્રી હનુમાન ચાલીસા કથા હનુમાનજી જન્‍મોત્‍સવ ઉજવાયો

રાજકોટ તા.૧: સુરતમાં શ્રી મારૂતિ ધૂન મંડળ દ્વારા વક્‍તા પ પૂજ્‍ય શાષાીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજીના વ્‍યાસાસને આયોજીત શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં કથાના ચોથા દિવસે શ્રી હનુમાન જન્‍મોત્‍સવ અતિ આનંદ અને ઉત્‍સાહ પૂર્વક ભકિતમયના દીવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવાયેલ હતો. હનુમાન જન્‍મોત્‍સવમાં નાના નાના બાળકોએ હનુમાનજીનું રૂપ ધારણ કરેલ વાનરો રીછ સાથે જન્‍મોત્‍સવ ઉજવાયેલ હજારો કિલો ફૂલ, કેક અને આતશબાજી સાથે જન્‍મોત્‍સવ ઉજવાયેલ હતો.

 પૂજ્‍ય શાષાીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામીજીએ કહેલ કે આજે દરેક યુવાનોને વિનંતી કરૂ છુ વ્‍યસનથી માવાથી દૂર રહેજો બાપ,, જ્‍યાં ત્‍ય થુંકવું નહીં વ્‍યસનથી દૂર રહેજો, હનુમાનજી મહારાજે કોઈ દિવસ ભગવાન પાસે કાંઈ માંગેલ નથી અને હનુમાનજી મહારાજે કોઈને ના પાડેલ નથી,,, મારી માતાઓ ફેશન છોડજો, હનુમાનજીદાદા પાસે જે માંગો ઈ આપે, તમને ધન વધારે આપેલ હોય તો કોઈની સ્‍કૂલની ફી ભરજો મદદરૂપ થજો યુવાનોને મારી વિનંતી છે કે જીન્‍સના પેન્‍ટ ફાટલા નો પહેરજો, સારા કપડાં પહેરજો બાપ, સંતશ્રી જલારામબાપા પાસે સાધુ બનીને ભગવાન આવ્‍યા અને જલારામબાપાએ સંતને જમવા લઈ ગયા ત્‍યારે ભગવાને કહેલ કે હવે મારી ઉંમર થઈ મારી સેવા કરવાવાળું કોઈ નથી ત્‍યારે વીરબાઇમાંએ જલારામબાપાને કીધું આજ્ઞા કરો તો હુ જાવ આ અને વીરબાઇમાં ગયા ભગવાન સાથે ગયા આગળ જતા ધોકો, ઝોળી આપી અલોંકિક થયા આજે વીરપુરમાં પૂજાય છે, હનુમાનજીનું ખુબ સ્‍મરણ કરવું હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને શાંતિ મળે છે આજે સાળગપુરમાં હજારો ભાવિકો દાદાના દર્શન કરવા આવે છે અને ભોજન કરે છે.

આજે કથામાં ૧૧૦૦ કિલોનો ફ્રૂટનો અન્નકોટ ધરાશે. કથાનો સમય રાત્રે ૮: ૦૦ કલાકથી સાળગપુર યુ ટયુબ, સ્‍વામિનારાયણ યુ ટયુબ, સદવિધા યુ ટયુબમાં લાઈવ પ્રસારણ થાય છે.

(7:00 PM IST)