તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
નવા વર્ષની શરૃઆતમાં ૯ ભયંકર ગુનેગારોને ગુજસીટોક કાયદા નીચે જેલ ભેગા કરી દેવાયા
પાસા અને હદપાર અપરાધીઓ ગેંગ બનાવી વડોદરાના લોકોને ત્રાહિમામ પોકરાવે તે પહેલાં સીપી નરસિંહમાં કોમાર દ્વારા કાયદાનો દંડો ઉગામ્યો : સંસ્કારી નગરીમાં ગેંગ ઊભી થાય તો પોલીસની નિષ્ફળતા ગણાય અને પોલીસ કમિશ્નરની વાતનો મર્મ સમજી એડી સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, પીઆઇ આર.જી. જાડેજા, પીઆઇ એચ.ડી. તુવરા અને સ્ટાફે ગેંગનું બાળ મરણ કરી નાખ્યું

રાજકોટ, તા.રઃ જેવો પાસા, હદપાર થયા હોય તેવા પોણો ડઝન જેટલાં ખૂંખાર અપરાધીઓ દ્વારા વડોદરા શહેરમાં ગેંગનું ગઠન કરી વડોદરાના લોકોને ત્રાહિમામ પોકારવા જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ ન હોય તેમ કટીબધ્ધ થયેલ, આ સડો આગળ વધે તે પહેલાં પોલીસ સુધી અને તેમાંય નરસિંહમાં કોમાર જેવા કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા સીપી સુધી કેટલાક લોકોએ વાત પોહચતી કરી, યોગાનુયોગ ક્રાઇમ બ્રાન્ચ પણ આની કેવી દવા કરવી તેની વિચારણામાં હતી ત્યાંજ પોલીસ કમિશનરે દવા નહિ ડાયરેકટ સર્જરી કરવા સૂચના આપી. આ સંસ્કારી નગરીમાં કોઈ ગેંગ ઊભી થાય તે પોલીસનાં અસ્તિત્વને પડકારરૃપ હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચને તો દીધુ હતું અને ઢાળ મળ્યો હોય તેમ તમામ અપરાધીઓ સામે ગૂજીસીટોક અંતર્ગત જેલ ભેગા કરતાં લોકો આફ્રિન પોકારી ઊઠયા છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પીઆઇ આર. જે. જાડેજા સાથે પીઆઇ એચ ડી તુવરા અને સ્ટાફની કામગીરી પ્રસંશનીય રહેલ.
જેમાં એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડ દ્વારા મળેલ માર્ગદર્શન ખૂબ મહત્વનું બનેલ.
G.C.T.O.C. Act-૨૦૧૫ ની કલમ ૨(૧)(સી) માં પરીભાષીત જોગવાઇ મુજબ છેલ્લા દસ વર્ષમાં બે કે બે થી વધુ ૭૨ ગુનાઓ દાખલ થયેલ છે અને આ તમામ ગુનાઓમાં પુરતા પુરાવાઓ મળતા તપાસના અંતે ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલવામાં આવેલ છે અને તા.૦૧/૧૨/૨૦૧૯ પછી પણ આ ટોળકીના સભ્યો દ્રારા એકાકી કે સંયુકત રીતે ગુનાઓ કરેલ છે આમ આ ગુનાહીત ટોળકીના સાગરીતોએ પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃતી સતત 'ણૂંઁદ્દજ્ઞ્ઁ્યજ્ઞ્ઁિં ્યઁર્શ્રીરૃશ્યશ્ર ર્ીણૂદ્દજ્ઞ્રુજ્ઞ્દ્દક્ક' ચાલુ રાખેલ છે. તેમજ ઞ્.ઘ્.વ્.બ્.ઘ્ એકટ ૨૦૧૫ ની જોગવાઈ મુજબ છેલ્લા દસ વર્ષમાં દાખલ થયેલ અને કાયદા હેઠળ પારીભાષિત ગુનાઓ જ ધ્યાને લેવાના હોય જેથી એનેક્ષર-એ મુજબના -૭૧ ગુનાઓ ધ્યાને લેવામાં આવેલ છે અને અન્ય ૯૩ ગુનાઓ એનેક્ષર-બી મા મુકવામા આવેલ છે તેમજ આરોપીઓ વિરૃધ્ધના ગુનાઓ/અરજીઓના કામે સખતમાં સખત અટકાયતી પગલા લેવામાં આવેલ હોય તેમ છતાં આ ટોળકીની ગુનાહીત પ્રવૃતિઓ છેલ્લાં દસ વર્ષમાં સતત ચાલુ રહેલ છે અને હાલમા કારેલીબાગ પોલીસ સ્ટેશન આ ટોળકીના ત્રણ સભ્યોના વિરુધ્ધમા ફરીયાદ દાખલ થયેલ હોય તેઓની ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતિ સતત ચાલુ હોવાનુ ફલીત થયેલ છે. આ રીતે આ તમામ આરોપીઓ સંગઠીત ગુના આચરતી ટોળકી (સીન્ડીકેટ) બનાવી પોતાની ટોળકીની સતત ગુનાહીત પ્રવૃતિ ચાલુ રાખી ઞ્.ઘ્.વ્.બ્.ઘ્-૨૦૧૫ ની કલમ ૨(એ), ૨(સી), ૨(ઈ), ૨(એફ) માં પરીભાષિત વ્યાખ્યા પ્રમાણે નિર્દેશીત કરેલ જોગવાઈ મુજબ એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી પોતાની ગેરકાયદેસર પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી એકબીજાના સાથે સંકળાયેલા રહી ગુનાહીત કાવતરૃ રચી સંગઠીત ગુનાઓ કરેલ હોય જેથી આ ટોળકીના મુખ્ય આરોપી હુસેનમીયા કાદરમીયા સુન્ની સહીત કુલ-૦૯ આરોપીઓ સામે ઞ્.ઘ્.વ્.બ્.ઘ્ (ગુજસીટોક) અન્વયે ડી.સી.બી.પો.સ્ટે. માં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. આર.જી. જાડેજાનાઓએ ફરીયાદ આપી ગુનો રજી. કરેલ હોય આ ગુનાની તપાસ એસીપી શ્રી એચ.એ.રાઠોડ સાહેબ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
