તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
નવા ૯ મહાનગરોમાં ડે. કમિશનરોની નિમણૂક
પોરબંદરમાં પટેલઃ મોરબીમાં વાળા, સુરેન્દ્રનગરમાં ચાવડા

રાજકોટ તા. ર :.. રાજય સરકારે ગઇકાલે જાહેર કરેલા નવા ૯ મહાનગરોમાં જી. એ. એસ. કેડરના અધિકારીઓની ડે. કમિશનર તરીકે નિમણુંક કરી છે.
ભાવનગરના ડે. કમિશનર ગૌરવ વસાણીને નવસારી, સુરેન્દ્રનગરના ચૂંટણી અધિકારી એ. આર. ચાવડાને સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં કચ્છના મેહુલ દેસાઇને ગાંધીધામ અને જુનાગઢના એચ. વી. પટેલને પોરબંદર ડે. કમિશનર બનાવામાં છે. મોરબીના ચીફ ઓફીસર કુલદીપસિંહ વાળાને મોરબીમાં જ ડે. કમિશનર તરીકે નિમણુંક આપવામાં આવી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
