તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
નવા ૯ મહાનગરોમાં ૪ મહિનામાં ચૂંટણીઃ હાલ કલેકટરોની વહીવટદાર તરીકે નિમણૂક
નવા સમાવાયેલા વિસ્તારોમાં વોર્ડ સીમાંકન થશેઃ વોર્ડ દિઠ ચાર-ચાર બેઠકો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા.૨: રાજયમાં ૯ નગરોને ગઈ કાલે મહાનગરનો દરજજો આપવામાં આવ્યો છે. ગઈ કાલે જ નવા મહાનગરોમાં કમિશનર અને ડે. મહાનગરોમાં કમિશનરોની નિમણૂક કરી દેવામાં આવી છે. જે તે મહાનગરની નજીકના વિસ્તારો જોડાતા નવેસરથી સીમાંકન થશે. વોર્ડ દિઠ ચાર-ચાર બેઠકો રહેશે. કુલ બેઠકોની પ૦ ટકા બેઠકો મહિલા અનામત રહેશે.
નવી ચૂંટાયેલી પાંચ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી જે તે કલેકટરને વહીવટદાર તરીકે જવાબદારી સોપવામાં આવી છે. નવા ૯ કોર્પોરેશનોમાં એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી આવે તેવા નિર્દોષ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. તદ્દઅનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
