તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ગુજરાતનાં વધુ 5 IPS ને કેન્દ્રમાં ડેપ્યુટેશન અપાયું
ખુરશીદ અહેમદ, ચિરાગ કોરડીયા, શરદ સિંઘલ, બિપિન આહિર અને એન.એન. ચૌધરી કેન્દ્રમાં એમપેનલ કરાયા

અમદાવાદ : ગુજરાતનાં વધુ 5 IPS ને કેન્દ્રમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. કેન્દ્રમાં IG તરીકે 5 અધિકારીને એમપેનલ કરાયા હોવાની માહિતી છે. ખુરશીદ અહેમદ, ચિરાગ કોરડીયા, શરદ સિંઘલ, બિપિન આહિર અને એન.એન. ચૌધરી કેન્દ્રમાં એમપેનલ કરાયા હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં વધુ 5 આઈપીએસને કેન્દ્રમાં ડેપ્યુટેશન કરાયા છે. માહિતી અનુસાર, કેન્દ્ર સરકારમાં IG તરીકે 5 અધિકારીને એમપેનલ કરાયા છે, જે હેઠળ ખુરશીદ અહેમદ, ચિરાગ કોરડીયા, શરદ સિંઘલ, બિપીન આહિર અને એન.એન. ચૌધરીનું નામ સામેલ છે.
ગઈકાલે એટલે કે 1 જાન્યુઆરીએ એવી માહિતી સામે આવી હતી કે, રાજ્યનાં 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે, જે હેઠળ ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ છે.]
IPS નીરજા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં GDP તરીકે, IPS હિતેશ જોયસરને સુરત ગ્રામ્યનાં DIG તરીકે, IPS તરુણ દુગ્ગલને મહાસાણા DIG તરીકે, IPS ચૈતન્ય માંડલિકને CID ક્રાઈમનાં DIG તરીકે, IPS સરોજકુમારી પશ્ચિમ રેલવેનાં DIG તરીકે, IPS આર.વી.ચુડાસમાને SRPF ગ્રૂપ-9 વડોદરાનાં DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
