<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

નર્મદા જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લોકો ને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ

NCC કેડેટ્સને સાથે રાખી જાહેર જનતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અન્વયે તા.૦૧ જાન્યુઆરીથી માર્ગ સલામતીને લગતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જીતનગરના NCC કેડેટ્સને સાથે રાખીને રાજપીપળા ટાઉન વિસ્તાર માં વાહન ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન જાહેર જનતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની NCC કેડેટ્સ દ્વારા સમજ આપવામાં આવી હતી.

(10:45 PM IST)