<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

નર્મદા જિલ્લામાં ડિજિટલ પંચાયતો શરૂ થઈ પરંતુ ત્યાં 18 વર્ષથી ઉપરના આધારકાર્ડ બનતા નથી

ડિજિટલ પંચાયતોને આધાર કીટ આપી જે શોભાના ગાઠીયા સમાન હોય એમ નામ અટક મોબાઇલ નંબર કે સરનામું જ સુધારી શકાય છે:18 વર્ષથી નીચેના આધારકાર્ડ નવા બને છે પરંતુ 18 થી ઉપરના નથી બનતા ઉપરથી પરમિશન જ આપતા નથી

(ભરત શાહ દ્વારા ) નર્મદા નર્મદા જિલ્લો અલગ થયાને વર્ષો વીતી ગયા બાદ પણ આ જિલ્લામાં ઘણી સમસ્યા જોવા મળે છે જેમાં ખાસ કરીને કેટલીક કચેરીઓ કાર્યરત નથી તો કેટલીક કચેરીઓ ઇન્ચાર્જના ભરોસે ચાલે છે.અને વાત કરીએ આધાર કાર્ડની તો ગુજરાત રાજ્યમાં સરકારે ડિજિટલ પંચાયત કરી છે પરંતુ નર્મદા જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં ડિજિટલ પંચાયત જાણે શોભાના ગાઠીયા સમાન કહી શકાય કેમ કે અહીંયા આધારકાર્ડમાં માત્ર સુધારો થાય છે જેમાં નામ અટક મોબાઇલ નંબર કે સરનામું જ સુધારી શકે છે
પરંતુ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓના નવા આધારકાર્ડ બનતા નથી, 

મહત્વની વાત એ છે કે 18 વર્ષથી નીચેના બાળકોના આધારકાર્ડ બને છે પરંતુ 18 વર્ષથી ઉપર માં આધારકાર્ડ નહી બનતા લોકો અટવાઈ રહ્યા છે.ત્યારે સરકારે આપેલી ડિજિટલ પંચાયત નો શું મતલબ..? શું વોટ બેંક ઊભી કરવા ચૂંટણીઓ પહેલા તાલુકાઓ અલગ કરવામાં આવે છે પરંતુ ત્યાં કોઈ ખાસ સુવિધા મળતી નથી તેની જેમ સરકારે ડિજીટલ પંચાયત નામનું નવું તુત ઉભુ કરી લોકોને ધક્કા ખવડાવે છે

(10:47 PM IST)