તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
રાજપીપળામાં દુકાનના ભાગ બાબતે સંબંધીઓ વચ્ચે મારામારી બાદ ધમકી આપતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેર માં દુકાનના ભાગ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી ની ઘટના બનતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર આમીરખાન સઇદખાન પઠાણ(રહે.નિઝામશાહ દરગાહ, રાજપીપળા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ સઇદભાઇ અમીનભાઇ રાજપીપળા માં એકતા રેડીમેન્ડ નામની દુકાન પર બેઠા હતા તે વખતે વહીદખાન અમીનખાન પઠાન તથા આકિબખાન રસિબખાન પઠાન અને અન્ય એક સગીર બાળક ત્રણેય. રહે-રહે.રજપીપળા વડ ફળીયા નાઓ ત્યાં આવી સઇદભાઇ સાથે બોલા ચાલી કરી ઝઘડો કરેલ ત્યારબાદ તેઓ તેમની એકતા રેડીમેન્ટ દુકાને ગયેલ તે વખતે એક એ આવીને જણાવેલ કે આ દુકાનમાં અમારો પણ ભાગ છે તમે કેમ અમારા વિરુધ્ધમાં અરજી આપેલ છે તેમ કહી તેમના હાથમાંની લોખડની પાઇપ વડે ફરીને માથાના ભાગે તેમજ પીઠના ભાગે તેમજ ઘુંટણના નીચેના ભાગે સપાટા મારી તેમને મણકામાં ફેકચર કરી શરીરે ઇજાઓ પોહચાડી ગમે તેમ ગાળો બોલી મારી નાખવાની દમકી આપતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
