<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

મુખ્યમંત્રીને મળતી ભેટ-સોગાદોનું ઇ-ઑક્શન:3 મહિનામાં કન્યા કેળવણી નિધિમાં રુ. 36.97 લાખથી વધુ રકમ જમા

અત્યારસુધીમાં કુલ 427 વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી

અમદાવાદ : તોશાખાનાની વસ્તુઓના વેચાણ માટે પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી અત્યારસુધીમાં કુલ 427 વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 379 વસ્તુઓ પર રુ. 74,16,937 નું બિડિંગ થયું છે તથા 181 વસ્તુઓના વેચાણથી રુ. 36,97,376 ઓનલાઈન માધ્યમથી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવ્યા છે. આ પારદર્શક હરાજી પદ્ધતિની નોંધપાત્ર સફળતા દર્શાવે છે.

(12:26 AM IST)