તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
સાબરકાંઠામાં સિક્સલેન નેશનલ હાઈવેના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો: ગતિશીલના દાવા વચ્ચે આખરે સાત વર્ષે કામગીરી પૂર્ણ
હાઈવેના ટ્રાફિકથી વાહનચાલકોને મોટી રાહત મળશે: હડિયોલ, રણાસણ સહિતના 30 ગામને પણ ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે

અમદાવાદ : ગોકળગતિએ ચાલતી કામગીરી આખરે સાત વર્ષ બાદ પૂર્ણ થઈ. સાબરકાંઠામાં સિક્સલેન નેશનલ હાઈવેના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો. હિંમતનગરથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે કારણ કે સાત વર્ષ બાદ સહકારી જીન વિસ્તારમાં આવેલ સિક્સલેન નેશનલ હાઈવેના ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી હાઈવેના ટ્રાફિકથી વાહનચાલકોને મોટી રાહત મળશે. ઉપરાંત હડિયોલ, રણાસણ સહિતના 30 ગામને પણ ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે.
સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય પ્રધાનને ઓવરબ્રિજના સાત વર્ષથી અધૂરા નિર્માણ કાર્યને વહેલીતકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા અગે સાંસદે ખાતરી આપી હતી. જે વચનને પૂરુ કરીને ઓવરબ્રિજને લીલી ઝંડી આપીને નાગરિકો માટે ખુલ્લો મુકાયો.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
