<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

બોલીવુડ માફક રેવ પાર્ટી સુરતમાં કરવાનું આયોજન તો દૂરઃ સાદી પાર્ટીની હિંમત પણ ન ચાલી

૭૦૦ થી વધુ લોકોને પાસા સાથે ૫૦૦ રીઢા ગુનેગારોનો મેળો યોજી અને અનુપમસિંહ ગેહલોતે જે ચીમકી આપી તેને કારણે ઘણા ઘરમાં જ પુરાય રહ્યા એક સપ્‍તાહ સુધી ધોસ બોલાવતા લોકોએ મનભરી ઉજવણી કરી, બીજા દિવસે પોલીસ કમિશનરને અભિનંદન આપવા લાઈનો લાગીઃ પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા અકિલા સમક્ષ રહસ્‍ય ખોલે છે

રાજકોટ, તા.૩: સુરત શહેર મુંબઈ નજીક હોવાથી તેનું કલ્‍ચર આ શહેર સુધી પોહચતા વાર લાગતી નથી. સુરત શહેરમાં બોલિવૂડ માફક રેવ પાર્ટી યોજાય તેવી આશંકાની ઇનપુટ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત  સુધી પોહચતા આવી પાર્ટીઓ કોઈ તરફથી કરવામાં આવી તો કોઈ શરમ વગર આકરા પગલાં લેવામાં આવશે તેવો મેસેજ વાયરલ કરવામાં આવેલ.         

આ સાથે આવી પાર્ટીઓ જયા યોજાય તેવી શકયતા હતી તેવા ફાર્મ હાઉસ નજીક પોલિસના ધાડા સાથે ડ્રોન તૈનાત કરી દેવાયા આથી ઘણા તો પોલીસનો મિજાજ પારખી ઘર બહાર નીકળવાનું ટાળી દીધું હતું.

૩૧ ડીસેમ્‍બરનો તહેવાર શહેરીજનો શાંતિમય વાતાવરણમાં ઉજવે, શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્‍છનિય બનાવ ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા તા.૩૦/૧૨/૨૦૨૪ તથા તા.૩૧/૧૨/૨૦૨૪ દરમ્‍યાન નીચે મુજબના પ્રોહીબિશનના કબજાના, ડ્રીંક એન્‍ડ ડ્રાઇવના તેમજ પીધેલાના કેસો શોધી કાઢવામાં આવેલ છે.

વિદેશી/દેશી દારૂના કબજાન અકેસો - ૯૯, ડ્રીંક એન્‍ડ ડ્રાઇવના કેસો-૨૩૪, પીધેલાના કેસો-૮૧૦, એમ.વી.એક્‍ટ કલમઃ ૨૦૭ મુજબ વાહનો ડીટેઇન કર્યા-૩૩, કેસો કરવામાં આવવા સાથે પોલીસ કમિશનર જાતે મોરચો સંભાળતા અને ૭૦૦ થી વધુ લોકોને પાસાનાં પિંજરે પૂરવા સાથે ૫૦૦ રીઢા ગુનેગારોનો મેલીયોજી  સીપી દ્વારા મારા નગરજનો કે જેની સુરક્ષાની જવાબદારી મારી અને મારી ટીમની છે તેમને હેરાન કર્યા કે કોઈના ઉછીનાં કજિયા લીધા તો મૂવા સમજજો એવી જે ચેતવણી આપી તે બધાને કારણે ૩૧ મી ડીસેમ્‍બરની મઘ્‍યરાત્રિનો માહોલ પારિવારિક બન્‍યો, અને લોકોએ પોલીસ કમિશનરને બીજા દિવસે મળી ખૂબ અભીનંદન આપ્‍યા, હર્ષભાઈ સંઘવીએ પણ હર્ષભેર નોંધ લીધી હતી  આમ સુરતની શાંતિ પાછળનાં કારણનાં તારણ વર્ણવતા પીસીબી પીઆઇ આર. એસ . સુવેરાએ જણાવ્‍યું હતું

(4:39 PM IST)