તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
હવે વેરાવળ- સોમનાથ- ભુજ- અમરેલી વગેરેના ભાગ્ય ખુલશેઃ મળશે મ્યુ.કોર્પો.નો દરજ્જો
૨૦ ગ્રામ પંચાયતો પણ તબદીલ થશે નગરપાલિકામાં

નવી દિલ્હી તા.૩: આ વર્ષે ગુજરાતમાં અર્બન ક્ષેત્રે ધરખમ ફેરફારો થાય તેવું લાગે છે. ગુજરાત સરકાર ૧૦ જેટલી નગરપાલિકાઓને મ્યુ.કોર્પોરેશન અને ૨૦ જેટલી ગ્રામ પંચાયતોને નગરપાલિકાનો દરજ્જો આપવા વિચારી રહી છે. અત્રે એ નોંધનીય છે કે સરકારે તાજેતરમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજયના અર્બન વિભાગે ૧૦ શહેરો કે જે હાલ નગરપાલિકાઓ છે તેને મ્યુ.કોર્પો.એ તબદીલ કરવા વિચાર્યુ છે. એ ગ્રેડની નગરપાલિકાઓ જેમ કે, ભરૂચ, વેરાવળ, સોમનાથ, ભુજ, અમરેલી, પાટણ, ગોધરા, વલસાડ, પાલનપુર અને હિંમતનગર કે જેની વસ્તી કે ૩ લાખથી વધુ છે અને ૨૦ ગ્રામ પંચાયતો છે વસ્તી ૨૫૦૦૦થી ૫૦,૦૦૦ની વચ્ચે છે તેને નગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહયાં છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
