<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

ચાલુ ટ્રકમાંથી સ્‍પેર વ્‍હીલ રસ્‍તા પર ફંગોળાયું: સાઇડમાં રહેલ ૩ માસની બાળકી દબાઇ જતા મોત

નડીયાદ-ડાકોર હાઇવે પર વિચિત્ર ઘટના

અમદાવાદ તા.૩: રાજ્‍યમાં નડિયાદ-ડાકોર હાઈવે પર સલુણ પાસે અકસ્‍માતની વિચિત્ર ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં સાડા ત્રણ મહિનાની બાળકીનું મોત નિપજ્‍યું હતું. મધ્‍યપ્રદેશનો શ્રમિક પરિવારની બાળકી રસ્‍તાની સાઈડ પર હતી, તે દરમિયાન આઈસર ટ્રકનું સ્‍પેર વ્‍હીલ ટ્રોલીમાંથી અચાનક ઉછળીને રોડ પર પડ્‍યું હતું. સ્‍પેર વ્‍હિલ બાળકી પર પડતાં તે દબાઈ ગઈ હતી, અને ઘટનાસ્‍થળ પર જ માસૂમનું દર્દનાક મોત નિપજ્‍યું હતું.

બાળકીના મળતદેહને સિવિલમાં ખસેડ્‍યો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી હતી. મૂળ મધ્‍યપ્રદેશનો શ્રમિક પરિવાર કામ અર્થે નડિયાદ આવ્‍યો હતો. બાળકીનું અકાળે નિધન થતાં પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.(

(4:38 PM IST)