News of Friday, 3rd January 2025
રાજય સહકારી સંઘમાં પાંચમી વખત નરહરિ અમીન ડીરેકટર

રાજકોટ, તા., ૩ :ગુજરાત રાજય સહકારી સંઘની તા.૧-૧-ર૦રપના રોજ યોજાયેલ ચુંટણીમાં ગુજરાતના રાજયસભા સાંસદ અને પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નરહરી અમીન (મો.૯૮રપ૦ ૦૬૬૬૭) રાજય સહકારી સંઘના ડીરેકટર પદે સને ર૦ર૪-ર૦ર૯ના પાંચ વર્ષ માટે સમગ્ર રાજય કરતા ઓછુ કાર્યક્ષેત્ર ન હોય તેવી હાઉસીંગ દુધ, બેન્કીંગ, કન્ઝયુમર સહકારી સંસ્થાઓના વિભાગમાં બિનહરીફ ચુંટાઇ આવેલ છે. તેઓ રાજય સહકારી સંઘમાં વર્ષ -ર૦ઢ૭-ર૦૦૮ થી સતત પાંચમી ટર્મ માટે ચુંટાયા છે. આ સંઘની સ્થાપના ૧૯૬૦માં થયેલી સહકારી ક્ષેત્રે રાજયવ્યાપી તાલીમ આપવાનું તેનું મુખ્ય કાર્ય છે. અમદાવાદમાં રીલીફ રોડ પર તેનું કાર્યાલય આવેલું છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
