News of Friday, 3rd January 2025
છરા-તલવારો બતાવી પોલીસને ભગાડનાર લૂખ્ખા તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર બૂલડોઝર ફરી વળ્યા
ગરીબનગર પાસે અકબરનગરનાં છાપરામાં છ મકાનો બાદ આજે બાપુનગરમાં બે માળના મકાનો ધ્વસ્ત કરાયા

અમદાવાદ, તા. ૩ : શહેરના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ રાત્રે જાહેરમાં તલવારો અને છરા લઇને આતંક મચાવી પોલીસને તલવારો બતાવી ભગાડી મુકનાર લુખ્ખાઓના તેમજ બાપુનગરમાં ચરસ-ગાંજાની હાટડીઓ ચલાવતા કુખ્યાત અસામાજિક તત્ત્વોના ગેરકાયદે મકાનો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર ચલાવીને જમીનદોસ્ત કરી દીધા હતા. એસ્ટેટ વિભાગે પોલીસને તલવારોથી ડરાવીને ભગાડી મુકનારા ગુંડાતત્ત્વોના ગરીબનગર ચાર રસ્તા પાસે આવેલા અકબરનગરના છાપરામાં કુલ છ મકાનોને તોડી પાડ્યા પછી આજે બાપુનગરમાં સિતારાબાનુ અને સરવર ઉર્ફે કડવાએ તાણી બાંધેલા બે માળના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
